- રાજકોટ પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું
- રાજકોટથી જામનગર જતા લોકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ
- વૈકલ્પિક વ્યવસ્થાને લઈ ભોનેશ્વર વિસ્તારમાં રસ્તો બનાવાયો
રાજકોટના સાંઢીયા પુલ ઉપર બુધવારથી પરિવહન બંધ થશે. જેમાં રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામુ બહાર પાડ્યું છે. તેમાં રાજકોટથી જામનગર જતા લોકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ છે. જેમાં વૈકલ્પિક વ્યવસ્થાને લઈ ભોનેશ્વર વિસ્તારમાં રસ્તો બનાવાયો છે. તેમજ નવીનીકરણની કામગીરીને લઈ સાંઢીયા પુલ બંધ થશે.
સાંઢીયા પુલ ઉપર બુધવારથી પરિવહન બંધ થશે
રાજકોટના જામનગર રોડ ઉપર આવેલા સાંઢીયા પુલ ઉપર બુધવારથી પરિવહન બંધ થશે. સાંઢીયા પુલના નવીનીકરણ માટે શહેર પોલીસ કમિશનરે પરિવહન બંધ કરવાનું જાહેરનામું બહાર પાડ્યું છે. વાહન ચાલકો માટે વૈકલ્પિક રૂપથી ભુવનેશ્વર મંદિરથી જામનગર રોડ તરફ રસ્તો તૈયાર કરવામાં આવ્યો છે. વૈકલ્પિક રસ્તે માત્ર ટુ વ્હીલર બંને તરફ ચાલી શકશે અન્ય વાહનો માટે વન વે રહેશે. હેવી વાહનો માધાપર ચોકડીથી હોસ્પિટલ ચોક તરફ જવા અન્ય રસ્તાનો ઉપયોગ કરશે.
સાંઢીયા પુલ ઉપરથી દરરોજ હજારો વાહન પસાર થાય છે
રાજકોટ જામનગરને જોડતા સાંઢીયા પુલ ઉપરથી દરરોજ હજારો વાહન પસાર થાય છે. અગાઉ પુલ બન્યો ન હતો ત્યારે ટ્રાફિક જામના દ્રશ્યો કાયમી સર્જાતા હતા. સાડા ચાર દાયકા પહેલા સાંઢીયો પુલ બન્યો હતો અને હવે તે સાંકડો પડી રહ્યો છે. વળી નબળો પણ જણાય રહ્યો છે. ત્યારે મનપાએ 68 કરોડના ખર્ચે ફોર લેન પુલ નિર્માણની કામગીરી હાથ ધરી છે. જેમાં પુલની બાજુમાંથી ડાયવર્ઝન કાઢવાનું જરૂરી હતું અને આ માટે મંદિરની જમીન સંપાદિત કરી એરપોર્ટ ફાટક પાસેથી ડાયરેકટ જામનગર રોડ તરફ નિકળી શકાય તે માટે રસ્તો પહોળો કરાયો છે. રસ્તાનું મેટલિંગ કામ પુરૂ થયું છે અને હવે ડામર રોડ બની ગયો છે.


