રાજકોટમાં તા.૧૪ અને ૧૫ ફેબ્રુઆરી ઓપન ગુજરાત ઇન્વિટેશન કેરમ ટુર્નામેન્ટ
સ્પર્ધા સિંગલ્સ અને ડબલ્સ કેટેગરીમાં રમાશે : ગુજરાતભરના ખેલાડીઓ ભાગ લેશે
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ ડિસ્ટ્રિક્ટ કેરમ એસોસિયેશન દ્વારા જ્યોતિ સી.એન.સી.ના સહયોગથી અગાઉ આયોજિત ઓપન સૌરાષ્ટ્ર કેરમ ટુર્નામેન્ટની સફળતા બાદ ફરી એક વખત રાજ્યસ્તરીય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત તા. ૧૪ અને ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૬ દરમિયાન ઓપન ગુજરાત ઇન્વિટેશન કેરમ ટુર્નામેન્ટનું આયોજન બેન્કર્સ રિક્રિએશન ક્લબ, નવી કલેક્ટર કચેરી નજીક, શ્રોફ રોડ, સી.આઈ.ડી.આઈ.બી. ઓફિસ સામે, રાજકોટ ખાતે આયોજીત કરવામાં આવશે.
આ ટુર્નામેન્ટમાં ગુજરાતભરના પ્રખર કેરમ ખેલાડીઓ ભાગ લેશે અને સ્પર્ધા સિંગલ્સ તથા ડબલ્સ કેટેગરીમાં રમાશે. સિંગલ્સ માટે એન્ટ્રી ફી રૂ. ૨૦૦ અને ડબલ્સ માટે રૂ. ૩૦૦ રાખવામાં આવી છે. ખેલાડીઓએ પોતાની એન્ટ્રી તા. ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ સાંજના ૭:૦૦ વાગ્યા સુધીમાં નોંધાવવાની રહેશે. આ માટે અજીત ઝીબા, ધર્મેન્દ્રસિંહ પઢિયાર, અજય દતાણી, અર્જુન પંડિત, તથા હાર્દીક રાણપરાનો આપેલ નંબર ઉપર સંપર્ક કરવાનો રહેશે.
આ સિંગર તથા ડબલ ટુર્નામેન્ટના વિજેતાઓને રોકડ ઇનામો આપી સન્માનિત કરવામાં આવશે. જેમાં પ્રથમ આવનારને ૧૫,૦૦૦ રુ., રનર અપ ખેલાડીને દસ હજાર, તૃતીય સ્થાન પ્રાપ્ત કરનારને રુ. પાંચ હજાર તેમજ બેસ્ટ પર્ફોમન્સ કરનાર ખેલાડીને રૂ. ત્રણ હજાર ઇનામ આપવામાં આવશે. આ ઉપરાંત ક્રમાંક ૦૪ થી ૦૮ નંબર સુધીના વિજેતાઓ તેમજ ઓપન ટુ ફિનિશ અથવા બ્લેક ટુ ફિનિશ દરેક ગેમમાં રુ. ૧૦૦૦ રોકડ પુરસ્કાર આપવામાં આપીને પ્રોત્સાહિત કરવામાં આવશે આ ટુર્નામેન્ટમાં બહારગામથી ભાગ લેનાર ૫૦ જેટલા ખેલાડીઓ માટે નિ:શુલ્ક રહેવા, જમવા અને નાસ્તાની વ્યવસ્થા પોલીસ કમિશનરના બંગલા પાસે, ડો.ચિનોય રોડ રાજકોટ ખાતે આવેલ સ્પોર્ટ્સ હોસ્ટેલ ફાળવવામાં આવી છે. આ ફાળવણી માટે અહેસાસ ટ્રસ્ટ વતી કૌશિકભાઈ સોલંકી દ્વારા સ્પોર્ટ્સ ઓથોરિટીના સચિવ સી.વી. સોમ સાહેબનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. આ ટુર્નામેન્ટની સમગ્ર વ્યવસ્થામાં જ્યોતિ ફાઉન્ડેશન અને જ્યોતિ સી.એન. સી ઓટોમેશન લેમિટેડનો સંપૂર્ણ આર્થિક સહયોગ સાંપડયો છે.
આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે રાજકોટ ડિસ્ટ્રિક્ટ કેરમ એસોસિયેશનના પૂનમબેન પંડિત, ધર્મેન્દ્રસિંહ પઢિયાર, હસમુખભાઈ કોટક, રાજુભાઇ બોરીચા, બાળકૃષ્ણભાઈ ખેર, અજયભાઈ દતાણી, SAG (સ્પોર્ટ્સ ઓથોરિટી ગુજરાત)ના કુ.રમાબેન મદ્રા, સ્પોર્ટસ ઓથોરિટી ગુજરાતના વીરેન્દ્રસિંહ જાડેજા સહિતના સભ્યો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.


