પોલીસની ઢીલી કામગીરીને લઇ કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને પોલીસ તેમની સાથે અન્યાય કરે છે અને વ્હાલા દવલાની નીતિ અપનાવે છે.કોંગ્રેસે કહ્યું હતું કે પોલીસ ભાજપ પુતળા દહન કરે તો કોઇ એક્શન લેતી નથી અને અમે કોઇ આંદોલન કે કોઇ અન્ય રીતે લડત કરવા માંગતા હોય તો અમને પરમિશન આપતી નથી. રાજકોટ શહેર ભાજપ બક્ષીપંચ મોરચા દ્વારા તા.૦૯/૦૨/૨૦૨૪ શુક્રવારના રોજ સવારના ભાગે શહેરના કિશાનપરા ચોકમાં ટ્રાફિક જામ કરીને રાજકોટ શહેર પોલીસની હાજરીમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના પૂર્વ અધ્યક્ષ અને કોંગ્રેસ પક્ષના દિગ્ગજ નેતા માન. સાંસદ સભ્ય રાહુલ ગાંધીજીનું પુતળા દહન પોલીસની હાજરીમાં કરવામાં આવ્યું હતું.
આ ગુન્હાહિત પ્રવૃત્તિ રોકવા શા માટે પ્રયાસ ન કર્યો અને પોલીસ કમિશ્નરશ્રીના જાહેરનામાં મુજબ તે જાહેરનામાંનો ભંગ છે છતાં આપની પોલીસ ત્યાં ઉભા રહી આ ગેરકાયદેસર થતી પ્રવૃત્તિને રોકવા પ્રયત્ન કરેલ નથી તેથી ત્યાં હાજર ભાજપના તમામ નેતાઓ અને ત્યાં ડયુટી ઉપરના તમામ કર્મચારીઓ તમામની સામે પગલા લેવા માંગ કરીએ છીએ અને પુતળા દહન કરનારાઓ સામે પોલીસ કાયદેસરની કાર્યવાહી કરે તેવી માંગ કરીએ છીએ. હાજર પોલીસ કર્મચારીઓએ આ રોકવા પ્રયાસ કરેલ નથી તેઓની સામે પણ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરીએ છીએ જો તમે આની સામે પગલા લેવા ન માંગતા હોવ તો હવે પછી તમામ રાજકીય પાર્ટીઓ પોલીસની હાજરીમાં જ પુતળા દહન કરવા દેવાની પોલીસ જાહેરાત કરે તેવી અમો માંગ કરીએ છીએ.