સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમં વર્ષોથી ડખ્ખે ચડેલી નોન-ટિચીંગ સ્ટાફની ભરતીની જાહેરાત કરવામાં આવી છે.
જેમાં જુદી-જુદી 36 પોસ્ટ પર 71 જગ્યાઓ જાહેર કરાવમાં આવી છે. જેમાં ડેપ્યુટી અને આસિસ્ટન્ટ રજીસ્ટ્રાર, સિસ્ટમ મેનેજર, કોચ સહિતની ભરતી માટે ઉમેદવારો તા.22મી ડિસેમ્બરથી 11મી જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવલ-2થી 12 સુધીની નોન-ટિચીંગ ભરતી અંગે જાહેરાત કરવામાં આવી છે. જેમાં સિસ્ટમ મેનેજર, ડેપ્યુટી રજીસ્ટ્રાર, ઓડિટર, સ્ટુડન્ટ્સ વેલફેર, આસિસટન્ટ રજીસ્ટ્રાર, પબ્લીકેશન ઓફિસર, સિસ્ટમ પ્રોગ્રામર, સીસ્ટમ એનાલીસ્ટ, કોચ, ડેટા એન્ટ્રી ઓપરેટર, લેબોરેટરી આસિસટન્ટ, લો ટેક્નિશિયન, ગેસ મિકેનિક સહિત કુલ 36 પોસ્ટ પર ભરતીની જાહેરાત થઇ છે. ઉમેદવારોએ પોતાને લગતી ભરતીમાં ઉમેદવારી નોંધાવા માટે wwwpsaurashtrauniversity. ac. in પર જઇને ફોર્મ ભરી શકશે. ફોર્મની અવધી તા.22મીથી 11મી જાન્યુઆરી સુધીની રહેશે. પસંદગી પામનાર ઉમેદવારો પ્રથમ પાંચ વર્ષ ફિક્સ સેલેરી અને બાદમાં પગારપંચ લાગુ પડશે. ત્યારે ઉલ્લેખનિય છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વર્ષ 2022માં થયેલી બિનશૈક્ષણિક ભરતી અંગે જાહેરાત કરવામાં આવી હતી.


