- રાજકોટમાં કોટક સ્કૂલ મતદાન મથકે બંને પક્ષોના કાર્યકરો વચ્ચે બોલાચાલી
- મતદાન મથકેથી ફટાફટ ખસી જવા મામલે બંન્ને વચ્ચે માથાકૂટ
- ભાજપ નેતા નેહલ શુક્લ કાર્યકરો વચ્ચે પડતા મામલો ગરમાયો
આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો માટે યોજાયેલ ત્રીજા તબક્કાનું મતદાન સંપન્ન થયું. રાજ્યમાં સરેરાશ 65 ટકા જેટલું મતદાન થયાની પ્રાથમિક માહિતી મળી રહી છે. તો બીજી બાજુ ઇલેક્શન કમિશન દ્વારા જણાવવામાં આવ્યું છે કે મતદાન દરમિયાન હજારો ફરિયાદો મળી છે. ત્યારે, રાજકોટમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયાના સમાચાર મળી રહ્યા છે.
રાજકોટની કોટક સ્કૂલ ખાતે આવેલા મતદાન મથકે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે બોલાચાલી થઈ હતી, બાદમાં બંને પક્ષો આમને સામને આવી ગયા હતા. મળતી માહિતી મુજબ, મતદાન મથકેથી ફટાફટ ખસી જવા માટે બંને પક્ષો વચ્ચે માથાકૂટ થઈ હતી. સમગ્ર માથાકૂટનો વિડીયો પણ સામે આવ્યો છે. ભાજપ નેતા નેહલ શુક્લ કાર્યકરો વચ્ચે પડતા મામલો વધુ ગરમાયો હતો. જોકે, પોલીસ અને એસઆરપી જવાનોએ મામલો થાળે પાડ્યો


