રાજકોટ શ્રીનાથધામ હવેલીમાં વ્રજકુમારની પધરામણી થશે
અગ્ર ગુજરાત, રાજકોટ
VYO શ્રી નાથધામ હવેલી ખાતે તારીખ ૧૦ અને ૧૧ના રોજ વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજી મહોદય શ્રી ની મંગલ પધરામણી થશે. તારીખ ૧૦ના રોજ શ્રી ના આશીર્વાદ તેમજ મુલાકાત માટે બપોરે ૧૧:૦૦ કલાકે રાજભોગ દર્શનમાં વૈષ્ણવોને લાભ પ્રાપ્ત થશે. તેમજ તારીખ ૧૧ રવિવારના રોજ હવેલીમાં શ્રી ઠાકોરજી સમક્ષ શ્રી દ્વારા બ્રહ્મસંબંધ દીક્ષા આપશે ઈચ્છુક વૈષ્ણવો એ હવેલી કાર્યાલયમાં નામ નોંધાવી શકશે.


