- સંદેશ ન્યુઝના અહેવાલની અસર
- જૂનાગઢ મનપાની ટીમમાં તપાસમાં જોવા મળી ખામીઓ
- રોયલ સહિત અન્ય ત્રણ ગેમઝોન પણ કરાયા સિલ
રાજકોટ શહેરમાં ગત રોજ ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગની દુર્ઘટના સર્જાઈ તે અંગે સંદેશ ન્યૂઝની અહેવાલની અસર જોવા મળી હતી. જૂનાગઢ શહેરમાં ઠેર-ઠેર વહીવટી તંત્રએ તપાસ શરૂ કરી હતી. અને રોયલ સહિત અન્ય ત્રણ ગેમઝોન સીલ કરાયા હતા.
રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલા ટીઆરપી ગેમઝોનમાં ભભૂકી ઉઠેલી આગને લીધે 28 લોકોનાં એમાં જીવતા ભૂંજાઈ ગયા હતા. જેથી તંત્રએ આ ઘટના અંગે એસઆઈટીની તપાસ સોંપી હતી. આ અંગે સંદેશ ન્યૂઝમાં અહેવાલ સતત દર્શાવતા જૂનાગઢમાં વહીવટી તંત્રએ આ અહેવાલની નોંધ લઈ તાબડતોબ ગેમિંગ ઝોનને લઈ સપાટો બોલાવ્યો હતો. જૂનાગઢ મનપાની ટીમે રોયલ ગેમ ઝોનમાં સઘન તપાસ શરૂ કરી હતી. જે બાદ આ રોયલ ગેમ ઝોનને સીલ મારી દીધું હતું. આ ઉપરાંત અન્ય ત્રણ ગેમ ઝોનમાં સઘન ચેકિંગ હાથ ધરતા ક્યાંક ફાયર એનઓસી નહોતી તો ક્યાંક લાયસન્સનના ધાંધિયા હતા. જેથી જૂનાગઢ મનપાની વહીવટી ટીમે ગેમિંગ ઝોનને સીલ મારી દીધા હતા.


