- પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ ની બદલી
- રાજકોટના નવા પોલીસ કમિશનર તરીકે બ્રિજેશ ઝાની નિયુક્તિ કરાઇ
- રાજકોટમાં સાત અધિકારીઓને સસ્પેન્ડ કર્યા બાદ રાજ્ય સરકાર પગલા લેવા માટે મક્કમ
રાજકોટના અગ્નિકાંડનો મોટો પડઘો પડ્યો છે. રાજકોટના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલની બદલી કરવાના આદેશો કરવામાં આવ્યા છે. બંને ઉચ્ચ અધિકારીઓની બદલી કરવાના આદેશો કરવામાં આવ્યા છે. તો રાજકોટના નવા પોલીસ કમિશનર તરીકે બ્રિજેશ ઝાની નિયુક્તિ કરવામાં આવી છે. રાજકોટમાં સાત અધિકારીઓને સસ્પેન્ડ કર્યા બાદ રાજ્ય સરકાર પગલા લેવા માટે મક્કમ.
પોલીસ કમિશનર રાજુ ભાર્ગવને હટાવાયા
મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલને પણ હટાવાયા
રાજકોટના નવા પોલીસ કમિશનર તરીકે બ્રિજેશ ઝા
રાજકોટ એડી. પોલીસ કમિશનર વિધી ચૌધરીને હટાવાયા
ઝોન – 2 DCP સુધીર દેસાઇને પણ હટાવાયા
જગદીશ બાંગરવાને DCP ઝોન 2 તરીકે મુકાયા
મહેન્દ્ર બગડીયાને એડિશનલ કમિશનર તરીકે મુકાયા
રાજકોટથી હટાવેલા ત્રણયે IPS વેઇટિંગ ફોર પોસ્ટિંગમાં
તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી નહી અપાય પોસ્ટિંગ


