- છેલ્લા એક મહિનાથી યુવકને બનાવ્યો બંધક
- યુવક પર ચોરીનો આરોપ લગાવી ખંડણી માંગી
- પુત્રને છોડાવવા પરિજનોએ એમ્બેસીમાં કરી રજૂઆત
દક્ષિણ આફ્રિકામાં રાજકોટના યુવકને બંધક બનાવ્યો છે. જેમાં છેલ્લા એક મહિનાથી યુવકને બંધક બનાવ્યો છે. તેમાં યુવક પર ચોરીનો આરોપ લગાવી ખંડણી માંગી છે. જેમાં યુવકના પરિજનો પાસે રૂપિયા 22 લાખની માંગ કરી છે. તેમાં પુત્રને છોડાવવા પરિજનોએ એમ્બેસીમાં રજૂઆત કરી છે. એમ્બેસીમાં રજૂઆત છતા યુવકને મુક્ત કરવામાં આવ્યો નથી.
દક્ષિણ આફ્રિકાના કિનસાસા વિસ્તારની ઘટના
દક્ષિણ આફ્રિકાના કિનસાસા વિસ્તારની ઘટના છે. જેમાં બંધક યુવકનો વીડિયો પણ સામે આવ્યો છે. તેમાં ઘટના એવી છે કે દક્ષિણ આફ્રિકામાં રાજકોટનો યુવાન છેલ્લા એક મહિનાથી બંધક બનાવાયો છે. જેમાં લોધિકાના શખ્સની કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતો હતો જ્યાં બંધક બનાવાયો છે. યુવાન ઉપર ચોરીનો આરોપ લગાવીને પરિવારજનો પાસે રૂ.22 લાખની માંગણી કરવામાં આવી છે. જોકે પરિવાર દ્વારા પુત્ર અને છોડાવવા માટે એમ્બેસીમાં રજૂઆત કરાઈ છતાં મુક્ત કર્યો નહીં. દક્ષિણ આફ્રિકાના કિનસાસા વિસ્તારની આ ઘટના છે.
જય દિનેશભાઈ કારિયા નામનો યુવક દક્ષિણ આફ્રિકામાં બંધક
રાજકોટના વાવડી વિસ્તારમાં રહેતો જય દિનેશભાઈ કારિયા નામનો યુવક દક્ષિણ આફ્રિકામાં બંધક બનાવાયો છે. તેમાં બંધક યુવાનો વીડિયો પણ સામે આવ્યો છે. તેમાં પરિવાર યુવાનની ચિંતા કરી રહ્યો છે. તેમજ યુવાન જલદી મુક્ત થાય તેવા પ્રયત્નો પરિવાર દ્વારા કરવામાં આવ્યા છે. જેમાં હજુ સુધી સફળતા મળી નથી.


