રંગીલા શહેરીજનોમાં ઉત્સાહ જોવા મળ્યો : મોડી રાત સુધી પોલીસ ખડેપગે રહી
ડીજે પાર્ટીમાં બોલીવુડ સોંગ પર યુવાઓએ ઠુમકા લગાવી મન ભરીને મોજ માણી
રાજકોટીયન્સે ડીજે પાર્ટીમાં બોલિવૂડ સોન્ગ પર ઠૂમકા લગાવી મન ભરીને મોજ માણી હતી. ડીજે પાર્ટીની સાથે 2025ને ગુડબાય કરી ફટાકડા ફોડી નવા વર્ષ 2026ના વધામણા કર્યા હતાં. 2025ની છેલ્લી ઘડીઓમાં પણ રંગીલા રાજકોટવાસીઓ ઉત્સાહમાં જોવા મળ્યાં હતાં. અવનવા ડાન્સના સ્ટેપથી પાર્ટીની રંગતમાં પણ વધારો કર્યો હતો. પોલીસ દ્વારા પણ મોડીરાત સુધી ખડેપગે જોવા મળી હતી.
સરકાર તરફથી રાજકોટ SOGને મોબાઈલ ફોરેન્સિક વાન આપવામાં આવી હતી. જેની મદદથી ખાસ ચેકિંગ શરૂ કરી માદક પદાર્થનું સેવન કરી નીકળતા શખસોને સ્થળ પર ચકાસી કાર્યવાહી કરી શકાય તે માટે આધુનિક ટેક્નોલોજી ઉપયોગ કરી પોલીસે કડક કાર્યવાહી કરી હતી. મોબાઈલ ફોરેન્સિક વાનમાં શકમંદ લોકોને અટકાવી ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. આ વાનમાં એક્સપર્ટ ટીમ દ્વારા શકમંદોનું ચેકિંગ કરી ગણતરીની મિનિટોમાં જ રિપોર્ટ આપી દેવામાં આવતો હોય છે.
રાજકોટમાં શહેરમાં 31 ડિસેમ્બરની ઉજવણી શાંતિપ્રિય માહોલમાં ઉજવાઈ અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતી ઝડવાઈ રહે તે માટે પોલીસ કમીશનર દ્રારા 1097 પોલીસ જવાનો તૈનાત રહેવા બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે. આ બંદોબસ્તમાં 4 ડીસીપી, 6 એસપી, 20 પીઆઈ, 60 પીએસઆઈ, 493 પોલીસ કર્મચારી, 98 મહિલા પોલીસ, હોમગાર્ડ, ટીઆરબી સહીતનો કાફલો બંદોબસ્તમાં તૈનાત રહ્યો હતો. તેમજ પીસીબી, ક્રાઈમ બ્રાંચ અને એસઓજી અને એલસીબીની ટીમ સતત પેટ્રોલીગમાં રહ્યા હતાં.

અલગ-અલગ ૧૨ જેટલી ડાન્સ ડીનર પાર્ટીના આયોજન થયા
શહેરના અલગ અલગ સ્થળો પર 12 જેટલી ડાન્સ ડીનર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ઉપર પણ પોલીસની ખાસ નજર રહી હતી. તેમજ ચેકપોસ્ટ અને નાકાઓ ઉપર તૈનાત રહેલા પોલીસ દ્રારા બ્રેશ એનાલાઈઝર સાથે વાહન ચેકિંગ કરશે અને નશો કરીને નીકળનાર વાહનચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
વરસાદે યુવાનોમાં નિરાશા ફેલાવી પણ
૨૦૨૫ના વર્ષને વિદાય આપવા થનગનતા યુવાધનમાં શહેરમાં સાંજના સમયે પડેલા કમોસમી વરસાદે નિરાશા ફેલાવી હતી. પરંતુ રાત્રીના સમયે વિરામ લેતા યુવાનોએ મોડી રાત સુધી ગીતોના તાલે ઝુમી નવા વર્ષને આવકાર આપ્યો હતો.
શહેરમાં ૪૪ શખ્સો પીધેલા ઝડપાયા
શહેરમાં નવા વર્ષને આવકારવા દારૂ પીને છાકટા બનેલા ૪૪ પીધેલા શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. જયારે અમુક તત્વો દારૂની બોટલો લઇ પાર્ટી કરવા જતા હતા તેને પણ પોલીસે પકડી પાડી ઉજવણીના રંગમાં ભંગ પાડયો હતો.






