- રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીને લઇને પ્રચાર તેજ
- રાજનાથ સિંહે કોટપૂતળીમાં સંબોધી સભા
- કહ્યુ ભારત મહિલા સશક્તિ પ્રત્યે પ્રતિબદ્ધ
રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીને લઇને પીએમ મોદીએ જનતાનગર અને ઝૂંઝનુમાં સભા સંબોધી હતી. તો બીજી તરફ રાજનાથ સિંહ કોટપૂતળીમાં જાહેર સભા સંબોધી હતી. તેઓએ સંબોધન કરતા જણાવ્યું હતું કે આ ચૂંટણી રાજસ્થાનને બચાવવાની ચૂંટણી છે. આજે રાજસ્થાનને બચાવવાની જરૂર છે કારણ કે છેલ્લા પાંચ વર્ષથી આ રાજ્ય વિકાસનો માર્ગ છોડીને વિનાશના માર્ગે ચાલી રહ્યું છે. ઉદયપુરમાં કન્હૈયા લાલનું ગળું કાપવામાં આવ્યું હતું. ભીલવાડામાં આદર્શ તાપડિયા, ચિત્તોડગઢમાં રતન લાલ સોની, ઝાલાવાડમાં કૃષ્ણ વાલ્મિકી, હરીશ જાટવ, યોગેશ જાટવ, ચિરંજી લાલ સૈની, અલવરમાં યોગેન્દ્ર જાટવની હત્યા કરવામાં આવી છે. જયપુરમાં રોડ રેજની ઘટનાને લઈને કોમી હંગામો થયા બાદ મૃતકના પરિવારને 50 લાખ રૂપિયા, સરકારી નોકરી અને ડેરી બૂથની ફાળવણી કરવામાં આવી છે, પરંતુ તાપડિયા, બાલ્મિકી, જાટવ, સૈની, સોનીની હત્યા પર સરકાર મૌન બેસી રહે છે.
રાજનાથસિંહની સભાના મહત્વના મુદ્દા
- ભાજપ મહિલા સશક્તિકરણ માટે પણ સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. આપણા વડાપ્રધાને સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું અને મહિલા અનામત બિલ પાસ કરાવ્યું. ભાજપ શાસિત હરિયાણામાં બાજરી 2350 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ટેકાના ભાવે વેચાતી હતી, જ્યારે રાજસ્થાનમાં 1300 થી 1400 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે વેચાતી હતી.
- રાજસ્થાનમાં સરકારની રચના પર પી.એમ. કિસાન સન્માન નિધિની રકમ 6000 રૂપિયાથી વધારીને 12000 રૂપિયા કરવામાં આવશે. કોંગ્રેસે વન રેન્ક વન પેન્શનનું વચન આપ્યું હતું પરંતુ તે કર્યું નથી. અમે આ કામ કર્યું છે. વન રેન્ક વન પેન્શન હેઠળ દેશભરના સૈનિક પરિવારોને 70 હજાર કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.
- અમે જે કહ્યું તે અમે કર્યું છે. કલમ 370 નાબૂદ કરવામાં આવી છે. અયોધ્યામાં ભગવાન રામનું ભવ્ય મંદિર બનાવવામાં આવી રહ્યું છે. અમે ટ્રિપલ તલાકની દુષ્ટ પ્રથાનો અંત લાવ્યો છે.