શૌચાલય જેવા ગંદવાડામાં બનતી હતી રસોઇ : સાંભાર, મેંદુવડા સહિત ૨૪ કિલોથી વધુ વાસી સામગ્રી મળી
રાજકોટના જ્યુબિલી પાસે ઢેબર રોડ વન-વે પર જ્યુબિલી ચેમ્બરના ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલુ રોગચાળા રૂપી રેસ્ટોરેન્ટ રાજુભાઇ ઢોસાવાળા અને રાજુભાઇ ઇડલીવાળાને ત્યા મનપાની ફૂડ શાખાએ દરોડો પાડ્યો હતો. ચેકીંગ દરમિયાન રિતસર ચીતરી ચડી જાય તેવો ગંદવાડો અને વાસી ફૂડ સામગ્રી મળી આવી હતી.
રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન જ્યુબેલી ચેમ્બર ગ્રા. ફલોર, શોપ ન.L-2, જ્યુબેલી પાસે, ઢેબર રોડ વન-વે, મહાત્મા ગાંધી મ્યુઝીયમ પાછળ, રાજકોટ મુકામે આવેલ “રાજુભાઇ ઢોસાવાળા” અને ‘રાજુભાઇ ઇડલીવાળા’ની તપાસ કરતા પેઢીના સ્થળ પર સંગ્રહ કરેલ મેંદૂવડા, દાળવડાનો લોટ 15 કિ.ગ્રા. તથા ચટણી ૦4 કિ.ગ્રા. કુલ મળીને 19 કિ.ગ્રા. જથ્થો વાસી અખાદ્ય મળી આવતા સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. તેમજ પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા, હાઈજેનિક કન્ડિશન જાળવવા તથા લાયસન્સ મેળવવા બાબતે નોટીસ આપવામાં આવી હતી.
જ્યારે “રાજુભાઇ ઇડલીવાળા” ની તપાસ કરતા પેઢીના સ્થળ પર સંગ્રહ કરેલ મેંદૂવડા, દાળવડા તથા બાંધેલો લોટનો ૦7 કિ.ગ્રા. જથ્થો વાસી અખાદ્ય મળી આવતા સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. તેમજ પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા તથા લાયસન્સ મેળવવા બાબતે નોટીસ ફટકારવામા આવી હતી.
સંતકબીર રોડ, કોઠારિયાના રોલેક્ષ રોડ પર ૨૮ ખાણીપીણીના ધંધાર્થી ઝપટે
સંત કબીર રોડ તથા કોઠારીયા ગામ- રોલેક્ષ રોડ વિસ્તારમાં ખાણીપીણીના 39 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 28 ધંધાર્થિઓ ફૂડ લાયસન્સ વગર જ ધંધો કરતા આ તમામને નોટિસ ફટકારવામા આવી હતી. જે નીચે મુજબ છે.
(0૧)જય માતાજી છોલે ભટુરે
(0૨)ગજાનંદ સ્વીટ્સ
(0૩)ગોકુલ ગાંઠીયા
(0૪)રવેચી હોટલ
(૦૫)ફેમસ વડાપાઉં
(૦૬)દેવાંગી ડેરી ફાર્મ
(૦૭)જગદીશ ગાંઠીયા
(૦૮)ક્રિષ્ના દાળપકવાન
(૯)મયુર દાળપકવાન
(૧૦)ચામુંડા ડેરી & ફરસાણ
(૧૧)બાપાસીતારામ દાળપકવાન
(૧૨)શિવશંકર દાળપકવાન
(૧૩)આકાશ દાળપકવાન
(૧૪)શિવમ દાળપકવાન
(૧૫)ઠાકરધણી વડાપાઉં
(૧૬)દર્શન દાબેલી
(૧૭)દિલખુશ દાબેલી
(૧૮)બાલાજી ઘૂઘરા
(૧૯)બિગ બોસ ચાઇનીઝ પંજાબી
(૨૦)રામ વડાપાઉં
(૨૧)ફૂડ બોક્સ
(૨૨)શિવ દાબેલી
(૨૩)મહાકાળી પાણીપુરી
(૨૪)બોમ્બે સ્ટાઈલ ભેળ
(૨૫)શ્યામ ગાંઠિયા
(૨૬)રજવાડી પાઉંભાજી
(૨૭)મુરલીધર સમોસા
(૨૮)સુરતી ખાવસા
બીનાકા ડાઇનીંગ્ હોલ, રાજુ ઢોસાવાળાને ત્યાથી નમુના લેવાયા
શહેરના નાના મવા મેઇન રોડ પર રાજનગર ચોકમાં સુર્યમુખી મંદિર સામે આવેલા બિનાકા ડાઈનિંગ હોલમાંથી શંકાસ્પદ લાગતા ચોળીના શાક સહિતની ખાદ્ય સામગ્રી ઉપરાંત જ્યુબિલી પાસેના રાજુ ઢોસાવાળા અને રાજુ ઇડલીવાળાને ત્યાથી વાસી સંભાર, મેંદુવડા માટેની સામગ્રીના નમુના લઇને લેબોરેટરીમાં અપાયા છે.