રાજુલા શહેરમાં આવેલ જનરલ હોસ્પિટલ ખાતે રોગી કલ્યાણ સમિતિની બેઠકનું આયોજન કરવામા આવ્યું હતું જેમા નાયબ કલેક્ટર મેહુલકુમાર બરસરાના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. અને હોસ્પિટલ ખાતે વધુમાં વધુ આરોગ્ય સેવાઓ મળી રહે તેમજ જરૂરી સુવિધાઓ માટે કઈ રીતે કાર્યવાહી કરી શકાય તેની ચર્ચા-વિચારણાઓ કરી વિવિધ સૂચનાઓ આપવામા આવી હતી. આ તકે ડો.હરેશ જેઠવા, ડો.શક્તિરાજ ખુમાણ, બકુલભાઈ વોરા સહીત આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં….