રાજુલા શહેરમાં આવેલ શ્રીમતી એચ.બી.સંઘવી મહિલા આર્ટ્સ તથા કોમર્સ કોલેજનું તૃતીય વર્ષમાં બીકોમનું શ્રેષ્ઠ પરીણામ મેળવેલ છે. સૌરાષ્ટ્ર યુનવર્સિટી દ્વારા જાહેર થયેલ તૃતીય વર્ષ બીકોમમાં કોલેજની વિદ્યાર્થિની બહેનોએ વિશિષ્ટ સફળતા પ્રાપ્ત કરી છે. જેમા પ્રથમ ક્રમાંકે પ્રિયાબેન જીંજાળા ૭૭.૯૧ ટકા, દ્વિતીય ક્રમાંકે નેહાબેન, બલદાણીયા ૭૭.૫૭ ટકા, તૃતીય નંબરે ધુપ્તીબેન નરસિંહભાઈ જીંજાળા સર્વોપરી રહ્યા છે. આ સાથે કોલેજની ૩૩ વિદ્યાર્થિની બહેનોએ ડીસ્તિંકશન તથા તમામ બહેનો હાયર ફર્સ્ટ ક્લાસ વર્ગમાં ઉતીર્ણ થયા છે. આ તકે કોલેજનાં સેક્રેટરી બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, કેમ્પસ મેનેજર રવિભાઈ વ્યાસ, કેમ્પસ ડાયરેક્ટર ડો.જીજ્ઞેશભાઈ વાજા, પ્રિન્સિપાલ ડો. રીટાબેન રાવળ તેમજ પ્રાધ્યાપક પરિવાર દ્વારા બહેનોને ઉજ્જવળ પરિણામ મેળવવા બદલ અભિનંદન પાઠવ્યાં હતાં…..


