રક્ષાબંધન તહેવાર એ ભાઈ અને બહેન પવિત્ર સંબંધના પ્રતિક તરીકે ઉજવવામાં આવે છે. આમાં બહેન પોતાના ભાઈના હાથ પર રાખડી બાંધે છે. આ રાખડી બાંધી બહેન ભાઈની ઉન્નતિ અને સમૃદ્ધિ તેમજ આરોગ્યની કામના કરે છે. સામે ભાઈ પણ બહેનને તેની રક્ષા કરવાનું વચન આપે છે. ભારતમાં દરેક તહેવારની ઉજવણી પાછળ ધાર્મિક માન્યતાની સાથે સંબંધોનું મહત્વ પણ રહેલું છે. એટલે જ ધાર્મિક રીતે અને પારંપરિક રીત મુજબ તમામ લોકોને રાખડી બાંધવી યોગ્ય નથી.
ભાઈ અને બહેનનો તહેવાર
એવું કહેવાય છે કે દરેક વ્યક્તિને રાખડી બાંધવી જોઈએ નહીં. આજે ફેશનના નામે લોકો તમામને રાખડી બાંધવા લાગ્યા છે. શાળા-કોલેજમાં છોકરીઓ કોઈને પણ રાખડી બાંધી પોતાનો ભાઈ બનાવે છે. પરંતુ એ ધાર્મિક રીતે યોગ્ય નથી. ભારતીય સમાજમાં દરેક સંબંધની મર્યાદા ચોક્કસ છે. તેમ દરેક તહેવારની ઉજવણી પાછળ પરંપરા રહેલી છે. આ પરંપરા કહે છે કે રક્ષાબંધનનો તહેવાર ભાઈ અને બહેનના પવિત્ર સંબંધને સમર્પિત છે. બહેન પોતાના ભાઈને જ રાખડી બાંધે તે વધુ યોગ્ય છે.
આ લોકોને ના બાંધવી રાખડી
અને જો ભાઈના હોય તો કોઈ પણ વ્યક્તિને પોતાના ભાઈ ના બનાવી શકે. પરંપરા મુજબ પતિ કે બોયફ્રેન્ડને રાખડી બાંધવામાં આવતી નથી. તેમજ સસરાને અને દિયરને પણ રાખડી બંધાતી નથી. કારણ કે ઘરના વડા એવા સસરા પુત્રવધૂ માટે પિતા સમાન હોય છે. અને દિયર પુત્ર સમાન હોય છે. આ ઉપરાંત સંબંધમાં ના હોય તેવી ત્રાહિત વ્યક્તિને અને બહેન કે ભાભીના પતિને તમે રાખડી ના બાંધી શકો. જો આ લોકોને રાખડી બાંધવામાં આવે તો સંબંધની ગરિમા જળવાતી નથી તેવી પૌરાણિક સામાજિક માન્યતા છે.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )