ઉપલેટા તાલુકાના પાનેલી મોટી રામધુન મંડળ દ્વારા 48 કલાક અખંડ રામધૂનનું આયોજન કરાયું હતું. રામ ભકતો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને અખંડ રામધૂનના સહભાગી બન્યા હતા. અખંડ રામધુન સાથે રક્તદાન કેમ્પ પણ યોજાયો હતો. જેમાં પાનેલી મોટી જુથ વિવિધ સહકારી મંડળીના પ્રમુખ વિરેન જેન્તી ફળદુ તેમજ અતુલ જેન્તી ભાલોડીયા, ચંદ્રેશ વિનોદ હીરાણી, દિપેન પ્રવિણ ફળદુ, સાગર ચાવડા તથા રામ ભકતો દ્વારા બહોળી સંખ્યામાં રક્તદાન કરી માનવીય ધર્મ બજાવ્યો હતો.