- અયોધ્યા રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાને હવે ગણતરીના દિવસો બાકી
- રામલલાની પ્રતિકાત્મક મૂર્તિ દ્વારા પૂજા વિધિ કરવામાં આવી
- રામભક્તો સાથે સંત-મહંતોએ ભગવાનની પ્રતિકાત્મક યાત્રા નીકાળી
અયોધ્યા રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે અયોધ્યાથી લઈને દેશભરમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ મંદિરના ઉદ્ઘાટન પહેલાં કહ્યું કે, ‘પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યામાં થશે, પરંતુ દરેક ઘરમાં શ્રી રામના નામના દીવડાની જ્યોત પ્રગટશે. અયોધ્યામાં રામ લલ્લાના અભિષેક પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંદિરોમાં સતત પૂજા અર્ચના કરી રહ્યા છે. આ દરમિયાન તેમણે ભાજપના કાર્યકરોને ખાસ અપીલ પણ કરી હતી.
અયોધ્યામાં રામલલાની મૂર્તિના અભિષેક માટે શરૂ થયેલી ધાર્મિક વિધિના બીજા દિવસે 17 જાન્યુઆરી ભગવાનની પ્રતિકાત્મક મૂર્તિને મંદિરની આસપાસ લેવામાં આવી હતી. રામલલાની મૂર્તિ હજુ મંદિર પરિસરમાં પહોંચી નથી અને તે મોટી અને ભારે હોવાથી તેની સાથે પરિક્રમા કરવી શક્ય ન હતી. તેથી, ચાંદીમાંથી બનેલી રામલલાની પ્રતિકાત્મક મૂર્તિ દ્વારા પૂજા વિધિ પૂર્ણ કરવામાં આવી રહી છે અને બુધવારે તેની પ્રતિકાત્મક યાત્રા કાઢવામાં આવી હતી.
મંદિરનું નિર્માણ કરી રહેલા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે મંગળવારે માહિતી આપી હતી કે 17 જાન્યુઆરી બપોરે 1.20 વાગ્યા પછી જલયાત્રા, તીર્થ પૂજન, બ્રાહ્મણ-બટુક-કુમારી-સુવાસિની પૂજન, વર્ધિની પૂજન, કલશયાત્રા. અને ભગવાન શ્રી રામલલાની મૂર્તિના પ્રસાદ પરિસરમાં દર્શન કરવામાં આવશે.


