- રામ મંદિરમાં ઉત્સાહ ઉમંગ, ઉન્માદ ચરમસીમાએ
- અમદાવાદના રામજી મંદિરોમાં ભવ્ય ઉજવણી
- મોટી એલઇડી સ્ક્રીન પર રામ પ્રાણપ્રતિષ્ઠા જોવાશે
આજે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો રૂડો અવસર છે. ત્યારે અમદાવાદના ઇસ્કોન મંદિરમાં રામજીનો અયોધ્યા સમાન શણગાર કરાયો છે. રામ મંદિરમાં ઉત્સાહ ઉમંગ, ઉન્માદ ચરમસીમાએ છે. જેમાં અમદાવાદના રામજી મંદિરોમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.
ઇસ્કોન મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી
ઇસ્કોન મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી થઇ રહી છે. તેમાં મોટી એલઇડી સ્ક્રીન પર રામ પ્રાણપ્રતિષ્ઠા જોવાશે. તથા ઇસ્કોન મંદિરના પ્રાંગણમાં રામજીની શોભાયાત્રા યોજાશે. ઇસ્કોન મંદિરમાં રામજીને અયોધ્યા સમાન રામલલ્લાનો શણગાર કરાયો છે. તેમજ ઇસ્કોન મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સવ ઉજવાશે. ઇસ્કોન મંદિરમાં રામાયણ, ભજન, કીર્તન વહેલી સવારથી શરૂ છે. રામલલ્લાના જયકાર સાથે રામ મંદિર ગુંજયા છે.
શહેરમાં સોસાયટી, બંગલામાં બપોરે વિશેષ આરતી, સુંદરકાંડના પાઠ, રામરક્ષા સ્તોત્રના પાઠ થશે
શહેરમાં સોસાયટી, બંગલામાં બપોરે વિશેષ આરતી, સુંદરકાંડના પાઠ, રામરક્ષા સ્તોત્રના પાઠ થશે. સમગ્ર અમદાવાદમાં અનેરો ઉત્સાહ-ઉમંગ જોવા મળ્યો છે. સમગ્ર શહેર રામમય બની ગયું છે. બજારોમાં છેલ્લી ઘડીની ખરીદીના કારણે વેપારીઓને તડાકો પડયો છે. મહોત્સવના આગલા દિવસે રવિવારે બાળકો હોય કે મોટા સૌ કોઈ રામમય બનીને આ ઉત્સવને ઉજવવાની તૈયારીઓમાં મચી પડયા હતા. શહેરની સોસાયટીઓ, ઘરો, ઓફ્સિોને ફૂલોથી સજાવવામાં આવ્યા છે અને રોશની કરવામાં આવી છે. શહેરમાં ફરી દિવાળી આવી હોય તેવો માહોલ જામ્યો છે. સોસાયટીઓ, પોળ વિસ્તારમાં લોકો ભેગા થઈને તોરણ અને પ્રસાદી બનાવી છે. લોકોએ પોતાના વાહનોમાં રામ, હનુમાનની ધજા અને કેસરી ઝંડા લગાવ્યા છે. જયશ્રી રામના સતત નારા સંભળાઈ રહ્યા છે.
લોકો ઘરે રહીને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ટીવી પર પ્રસારણ નિહાળશે
બપોર સુધી રજાનો માહોલ હોવાના કારણે લોકો ઘરે રહીને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ટીવી પર પ્રસારણ નિહાળશે. સોસાયટી, ફ્લેટ, ટેનામેન્ટ, બંગલા, મહોલ્લામાં રામ મંદિર પ્રતિષ્ઠા ઉત્સવને ઉજવવા આયોજન થયા છે. બપોરે પ્રતિષ્ઠા વખતે આરતી, પૂજા, અર્ચના કરવામાં આવશે. પ્રસાદી વિતરણ કરવામાં આવશે. સુંદરકાંડના પાઠ, રામરક્ષા સ્તોત્રના પાઠ વગેરેના આયોજન થયા છે. અમદાવાદમાં મુખ્ય રસ્તાઓ અને બજાર વિસ્તારોમાં કેસરી ઝંડા ફરકાવ્યા છે. પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈ સોસાયટી વિસ્તારમાં બહેનોએ ભેગા મળીને તોરણ તેમજ ફૂલોની માળા બનાવી હતી. જયારે ભાઈઓએ સોસાયટીને રોશનીથી સજાવી હતી.


