- અયોધ્યામાં દિવાળીનો રંગારંગ કાર્યક્રમની દબદબાભેર શરૂઆત
- એક સાથે 24 લાખ દિવડાઓ પ્રગટાવી સર્જ્યો ગિનિસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ
- સીએમ યોગી આદિત્યનાથ સરયૂ નદી પર આરતી કરી
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં આજે દીપોત્સવ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે. કાર્યક્રમમાં ભાગ લેવા માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત અનેક નેતાઓ અને ઘણા દેશોના રાજદૂતો પહોંચ્યા છે. અયોધ્યામાં દીપોત્સવ દરમિયાન વિવિધ ઘાટો પર 24 લાખથી વધુ દીવાઓ પ્રગટાવવામાં આવ્યા છે. સીએમ યોગી આદિત્યનાથ સરયૂ નદી પર આરતી કરી. દીપોત્સવ કાર્યક્રમ સાંજે 7 કલાકે શરૂ થયો. દીપોત્સવમાં રામકી પૈડી પર જ 21 લાખ દીવા પ્રગટાવીને એક વર્લ્ડ રેકોર્ડ સર્જાવામાં આવ્યો છે.
અયોધ્યાએ બનાવ્યો દિવડા પ્રગટાવવાનો નવો રેકોર્ડ
અયોધ્યા દીપોત્સવ 2023માં પ્રગટાવવામાં આવેલા દિવડાઓનો નવો નવો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવ્યો છે. અયોધ્યામાં 22 લાખ 23 હજાર દીવા પ્રગટાવવાનો નવો રેકોર્ડ બન્યો છે. અગાઉનો રેકોર્ડ 18 લાખ 81 હજારથી વધુ દીવાઓનો હતો. ડ્રોન કેમેરા દ્વારા લેમ્પની ગણતરી કરવામાં આવી છે.
લેઝર શૉ દ્વારા રામલીલાની મંચન
સરયૂ નદીના કિનારે રામકી પૈડી પર ચાલી રહેલા દીપોત્સવ કાર્યક્રમમાં લેઝર શૉદ્વારા રામલીલા દેખાડવામાં આવી હતી.
સીએમ યોગીએ દીપોત્સવને ગણાવ્યું ‘સાંસ્કૃતિક આંદોલન’
અયોધ્યાના રામ કથા પાર્કમાં ચાલી રહેલા કાર્યક્રમમાં પહોંચેલા સીએમ યોગી આદિત્યનાથે પ્રકાશના આ તહેવારને સાંસ્કૃતિક આંદોલન ગણાવ્યું છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે યુપીના ડેપ્યુટી સીએમ કેશવ મૌર્ય અને બ્રજેશ પાઠક સહિત 50થી વધુ દેશોના હાઈ કમિશનર અને રાજદૂતો પહોંચ્યા છે.