- ધોળા દિવસે રેત માફિયાઓ વાહનો લઇને નિકળતા હોવા છતા તંત્રનું ભેદી મૌન
- રેતી ભરેલા વાહનો પૂરપાટ ઝડપે સ્કુલ પાસેથી પસાર થતા હોય અકસ્માતનો ભય
- ડભોડા ખારીનદીમાંથી પણ થતી રેતી ચોરી
દહેગામના વાસણા સોગઠી ગામ પાસેથી પસાર થતી મેશ્વો નદીમાંથી બેફામ રેતી ચોરી થઇ રહી છે. આ મામલે ગ્રામજનોએ અગાઉ જનતા રેડ પણ કરી હતી. પરંતુ તેમ છતા રેતમાફિયાઓના કારસ્તાન હજુપણ શરૂ છે. રેતી ચોરી કરીને નિકળતા વાહનો ગામની સ્કુલ પાસેથી પુરપાટ ઝડપે પસાર થાય છે. જેના કારણે ભવિષ્યમાં અકસ્માતનો ખતરો તોળાઇ રહ્યો છે. આ મામલે ગ્રામજનો તથા ગ્રામ પંચાયત દ્વારા ખાણખનીજ તથા મામલતદારને જાણ કરી રેતમાફિયાઓને અંકુશમાં લેવા માંગ કરી છે. જોકે, ભુતકાળમાં પણ આ પ્રકારની ફરિયાદો થઇ ચુકી છે. પરંતુ ખાણખનીજ તંત્ર હંમેશની માફક આ રેતમાફિયાઓ સામે નતમસ્તક બનીને રહ્યુ છે. વાસણા સોગઠીના ગ્રામજનોએ થોડાક મહિના પહેલા જ કેટલાક રેતીભરેલા ટ્રેક્ટરોને રોકી પાડીને પકડી પાડયા હતા જે તમામ ટ્રેક્ટરોમાં ગેરકાયદેસર રેતી ભરેલી હોવાની જાણ થઇ હતી. ગામની સીમમાંથી પસાર થતી મેશ્વો નદીમાં રેતીચોરી કરતા તત્વો હવે ગામમાંથી બેફામ અને પુરઝડપે ટ્રેક્ટરો લઇની નીકળવા લાગ્યા છે. શાળા રોડની નજીક આવેલી હોવાથી બાળકોને અડફેટે લઇ લેવાની વાલીઓને પણ ચિંતા સતાવી રહી છે. રીષેશ તેમજ શા ળાએ આવવા તેમજ જવાના સમયે બાળકોને આવા ટ્રેક્ટરોથી અકસ્માતની સંભાવનાઓ હોવાથી ગામમાથી રેતીભરીને નીકળતા આવા ગેરકાયદેસર ટ્રે ક્ટરોને પકડીને તેમના ઉપર લગામ કસવામાં આવે એવી માંગ કરાઇ રહી છે. ગામના સરપંચ બાબુજી ચૌહાણે આ મામલે દશ બાર દિવસ પહેલા લેખિ તમાં તંત્રને જાણ કરીને આવા ટ્રેક્ટરોને પકડવાની માંગ કરી હતી.


