રણજીની દુનિયામાંથી નિકળેલો વધુ એક સુપરસ્ટાર, 9 વિકેટ ઝડપી મચાવી ધૂમ, 21 વર્ષની ઉંમરમાં રચ્યો ઇતિહાસ, રાણજી ટ્રોફીમાં ગુજરાત અને ઉત્તરાખંડ વચ્ચે રમાઇ રહેલી મેચમાં 21 વર્ષીય ખેલાડી આર્ય દેસાઇએ પોતાની અમીટ છાપ છોડી છે. તેણે એકલા હાથે વિરુદ્ધ ટીમના 9 ખેલાડીઓને પવેલિયન પરત મોકલ્યા હતા. ગુજરાત તરફથી બોલિંગ કરી રહેલા આર્ય દેસાઇએ પોતાના જોશ અને સુઝબુઝ સાથે સામે વાળી ટીમને ધૂળ છટાડતા કર્યા છે.
આર્ય દેસાઇએ રચ્યો નવો રેકોર્ડ
આર્ય દેસાઇએ રણજીના ઇતિહાસમાં ગુજરાત ટીમ તરફથી બેસ્ટ બોલિંગ કરી હતી. બોલિંગ સ્પેલ ફેંકવાના રેકોર્ડ પોતાના નામે કર્યા છે. 15 ઓવરના સ્પેલમાં આર્ય દેસાઇએ માત્ર 36 રન ખર્ચ કરી 9 વિકેટ પોતાના નામે કરી હતી. ઉતરાખંડની પૂર્ણ ટીમને પ્રથમ પારીમાં જ માત્ર 111 રન પર ઓલ આઉટ કર્યા હતા.
આર્ય દેસાઇની ધુંઆધાર બોલિંગ
ગુજરાત અને ઉતરાખંડ વચ્ચેના મુકાબલામાં ઉત્તરાખંડે ટોસ જિત્યો હતો. અને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જો કે આ નિર્ણય ટીમની વિરુદ્ધમાં સાબિત થયો હતો. ઉત્તરાખંડના બેટ્સમેન ક્રિઝ પર આવીને તુરંત પવેલિયન પરત ફરી રહ્યા હતા. 21 વર્ષીયના સ્પિન બોલર આર્ય દેસાઇએ પોતાની બોલિંગનો એવો જાદુ વિખેર્યો કે સામે પક્ષના તમામ ખેલાડીઓ આઉટ થતા ગયા. આર્યની બોલિંગ સામે ઉત્તરાખંડના ખેલાડીઓ લાચાર સાબિત થયા હતા. આર્ય દેસાઇએ 15 ઓવરના સ્પેલમાં 9 વિકેટ ઝડપી હતી. આર્યની ધુંઆધાર બોલિંગ સામે એકપણ ખેલાડી ટકી શક્યો ન હતો. ઉત્તરાખંડના ખેલાડીઓ કોઇ મેજર આંકડો પણ પાર કરી શક્યા ન હતા.
ગુજરાત તરફથી બેસ્ટ સ્પેલ
રણજી ટ્રોફીના ઇતિહાસમાં આર્ય દેસાઇએ ગુજરાત તરફથી બેસ્ટ બોલિંગ સ્પેલ ફેંકવાનો રિકોર્ડ પોતાના નામે કર્યો છે. તેણે રાકેશ ધ્રુવના રેકોર્ડને તોડી પોતાની અમિટ છાપ છોડી છે. રાકેશ ધ્રુવે 2012માં 31 રન કરી 8 વિકેટ ઝડપી હતી. તો આ સાથે જ આર્યએ રણજીમાં ત્રીજા બેસ્ટ બોલર સ્પેલ નાંખવાના રેકોર્ડને પણ પોતાના નામે કર્યો છે. રણજીમાં બેસ્ટ બોલિંગ સ્પેલ ફેંકવાનો રેકોર્ડ અંશુલ કંબોજના નામે છે. જેઓઓ ગયા વર્ષે કેરળની વિરુદ્ધ રમતા 49 રન કરી 10 વિકેટ પોતાના નામે કર્યા હતા.


