હિટમેન રોહિત શર્માનુ રણજી ટ્રોફીમાં નિરાશાજનક પ્રદર્શન યથાવત છે. સતત બીજીવાર રોહિત શર્મા નિષ્ફળ રહ્યા છે. આ વખતે રુષભ પંતની ટીમથી થયા આઉટ. રોહિત શર્માનો જાદુ રણજી ટ્રોફીમાં સતત ફ્લોપ રહ્યો છે. પ્રથમ પારીઓમાં જ તેઓ પોતાનુ પ્રદર્શન ન બતાવી શક્યા. પ્રથમ પારી જ તેઓ 3 રન બનાવીને આઉટ થયા હતા. તો બીજીવાર માત્ર 28 રન બનાવી લખનઉ સુપર જાયંટ્સની બોલિંગ પર પવેલિયન પરત ફર્યા હતા.
રોહિત શર્માના પ્રદર્શનનો ખરાબ કાળ
રોહિત શર્માના પ્રદર્શનનો ખરાબ કાળ પૂર્ણ થવાનું નામ નથી લઇ રહ્યુ. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અસફળ રહ્યા બાદ તેઓએ હોમ ગ્રાઉંડ પર પરત ફર્યા હતા. પરંતુ અહીં પણ તેઓ અસફળ સાબિત થયા હતા. રણજી ટ્રોફીના પ્રથમ દિવસે જમ્મૂ-કાશ્મીર સામે પણ તેઓ માત્ર 3 રન ફટકારી આઉટ થયા હતા. ઉમર નજીર સામે તેઓ લાચાર જોવા મળ્યા હતા. તો આ તરફ બીજા દિવસે રુષભ પંતની ટીમે તેમને પવેલિયન પરત મોકલ્યા હતા. રોહિત સતત બીજીવાર રણજી ટ્રોફીમાં નિષ્ફળ રહ્યા છે. જમ્મૂ-કાશ્મીર વિરુદ્ધની પારીમાં તેઓએ સારી શરૂઆત કરી હતી. 35 બોલમાં 3 છક્કા, 2 ચોકા ફટકારી ચુક્યા હતા. પરંતુ તે બાદ આઇપીએલમાં લખનઉ સુપર જાયંટ્સ માટે રમનાર ખેલાડી યુદ્ધવીર સિંહે તેમને આઉટ કર્યા હતા. રોહિત શર્માએ આક્રમકતા દર્શાવવાની રમતમાં ખેલાડીને કેચ આપ્યો હતો.અને આઉટ થયા હતા.
યશસ્વી જયસવાલ પણ રહ્યા નિષ્ફળ
રોહિત શર્માના ઓપનિંગ જોડીદાર યશસ્વી જયસવાલ પણ કમાલ બતાવવામાં અસફળ રહ્યા. તેઓએ પણ ચાહક વર્ગને નિરાશ કર્યો હતો. યશસ્વીએ પણ બંને પારીઓમાં નિરાશાજન પ્રદર્શન કર્યુ હતુ. પ્રથમ પારીમાં તેણે4 રન બનાવ્યા તો બીજી પારીમાં 51 બોલમાં 26 રન ફટકાર્યા હતા. રોહિતની જેમ જયસ્વાલ પણ યુદ્ધવીર સિંહના શિકાર બન્યા હતા. મુંબઇની ટીમે પ્રથમ પારીમાં 120 રન ફટકાર્યા હતા. તો જમ્મૂ-કાશ્મીરે 206 રન પોતાના નામે કર્યા હતા. તો બીજા દિવસે મુંબઇએ 5 વિકેટ ગુમાવી હતી. આ પ્રદર્શનને જોતા મુંબઇ ટીમ મુશ્કેલીનો સામને કરી રહી છે.
એક તરફ રણજી ટ્રોફીમાં દિગ્ગજ ક્રિકેટરો નિરાશાજનક પ્રદર્શન કરીને ચાહક વર્ગને નારાજ કરી રહ્યા છે. તો બીજી તરફ આ જ રણજી ટ્રોફીમાં નવા યુવા ખેલાડીઓ પોતાના ઉત્કૃષ્ટ દેખાવથી ક્રિકેટ જગતમાં હરણફાળ ભરી રહ્યા હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે.


