રામભાઇ મોકરિયા સહિતના અગ્રણીઓએ લીધો દર્શન વંદનનો લાભ

આજીવન અનશન આરાધક, નિરતિચાર છેદોપસ્થાપનીય ચારિત્ર ધારક રશ્મિતાજી મહાસતીજી ભગવંતને 13 -માર્ચ, બુધવારના રોજ તપ-આરાધનાનો 55મો દિવસ ચાલી રહેલ છે. મહાસતીજી ભગવંત સંપૂર્ણ શ્રદ્ધા સહિત સતત સમાધી-સમતામાં અને જાગૃતિપૂર્વક જાવજીવ સંથારાનો પ્રત્યક્ષ આદર્શ સંત-સતીજી ભગવંતો તથા શ્રાવક-શ્રાવિકાજીઓને માટે હરહંમેશ પ્રેરણારૂપ બનશે. રાજકોટના વિવિધ ક્ષેત્રમાં બિરાજમાન શ્રી ગોંડલ સંપ્રદાય તેમજ શ્રી ગોંડલ સંઘાણી સંપ્રદાયના સ્થવીર સંત-સતીજી ભગવંતો ઘણો પુરુષાર્થ કરી સાધક આત્માને દર્શનનો મહાલાભ આપી રહેલ છે. માંધાતાસિંહ જાડેજા, વિજય રૂપાણી, પુરુષોતમ રૂપાલા, રામભાઇ મોકરીયા, ગોવિંદ પટેલ, ઉદય કાનગડ, સહિતના આગેવાનો આદિ દર્શન-વંદનનો લાભ લઇને ધન્ય-ધન્ય બની રહેલ છે.


