- હોસ્પિટલમાં ઉંદર દર્દીના પગે કરડ્યો હતો
- જનરલ હોસ્પિટલમાં આ પ્રકારનો બનાવ બન્યો
- હોસ્પિટલમાં ICUમાં ઉંદર ફરતા હોવાનો આક્ષેપ
આણંદ હોસ્પિટલમાં ઉંદરડાનો ત્રાસ વધ્યો છે. જેમાં હોસ્પિટલમાં ઉંદર દર્દીના પગે કરડ્યો હતો. જનરલ હોસ્પિટલમાં ઉંદરે દર્દીનો પગ કોતરી ખાધો છે. હોસ્પિટલમાં ICUમાં ઉંદર ફરતા હોવાનો આક્ષેપ પણ દર્દીઓ કરી રહ્યાં છે.
જી.જી. હોસ્પિટલમાં એક મૃતદેહને ઉંદરડાએ કોરી ખાધુ
જામનગરની સરકારી સૌરાષ્ટ્રની પ્રથમ ક્રમાંકની સરકારી જી.જી. હોસ્પિટલમાં એક મૃતદેહને ઉંદરડા કોરી ખાતા હોવાનું બહાર આવ્યું હતુ. તંત્રની ઘોર બેદરકારી છતી કરતા આ બનાવને જવાબદાર અધિકારીઓ હળવાશથી લઇ રહ્યા હતા અને આને માત્ર ઉંદરડાઓનો ત્રાસ હોવાનું કહી રહ્યા હતા. અવાર-નવાર દર્દીઓને પડતી યાતનાઓથી ચર્ચામાં રહેતી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પોરબંદર બિરલા કોલોનીમાં રહેતા દિવાળીબેન ભીખુભાઇ કાટેલીયા (ઉ.વ.55) ને ઝેરી જનાવર કરડી જતા ફીમેલ સર્જીકલ વોર્ડ 8 ડો. નોયડાના વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા.

જી.જી. હોસ્પિટલની પોલ વધુ એક વખત ખુલ્લી પડી
આઠ દિવસની લાંબી સારવાર બાદ તેઓ મૃત્યુ પામ્યા હતાં. જે મૃતદેહને હોસ્પિટલના રૂમમાં રાખવામાં આવ્યો હતો. જયાં તેને પગમાં તથા અન્ય ભાગમાં ઉંદરડાઓ કોરી ખાતા અને તે પરિવારજનોન ધ્યાને આવતા ભારે હોબાળો મચ્યો હતો. પરંતુ સ્ટાફે મામલો શાંત પાડી આતો ઉંદરડાઓનો ત્રાસ છે તેવું પરિવારને સમજાવી દીધું પરંતુ આ બનાવની જી.જી. હોસ્પિટલની પોલ વધુ એક વખત ખુલ્લી પડી ગઇ હતી.


