- પૌરાણિક શહેરની શોધે પુરાતત્વવિદો અને ઇતિહાસકારોને ચોંકાવી દીધા
- હિન્દુ ધર્મગ્રંથ રામાયણમાં વર્ણિત લંકાના રાજા રાવણનો મહેલ હોવાની વાત
- 180 મીટર ઊંચાઈએ આવેલું છે સિગરિયા શહેરનું પૌરાણિક શહેર
શ્રીલંકામાં એક વિશાળકાય ખડક પર પૌરાણિક શહેરની શોધે પુરાતત્વવિદો અને ઇતિહાસકારોને ચોંકાવી દીધા છે. શ્રીલંકાની વચ્ચોવચ આવેલ સિગરિયા શહેરનું ખંડેર અહી આવતા-જતાં લોકોને આશ્ચર્યચકિત કરી મૂકે છે. ખંડેરમાં મળી આવેલ પૌરાણિક અવશેષો જોતાં એમ લાગે છે કે આ કોઈ વિશાળ નગર રહ્યું હશે, જે કોઈ રાજાની રાજધાની હશે.
આ પૌરાણિક નગર એક ઊંચા પહાડ પર આવેલું છે, જેની નિર્માણ ટેકનિક પુરાતત્વવિદોને ચોંકાવી રહી છે. આ શહેર તે સમયના શાનદાર એન્જિનિયરિંગનો અદભૂત નમૂનો છે. કેટલાંક લોકોનું માનવું છે કે આ સ્થળ પહેલા એક મહત્વનું બૌદ્ધ મઠ હતું, પરંતુ આ સ્થળેથી મળી આવેલ અવશેષોના આધારે ઘણા લોકોનું કહેવું છે કે આ સ્થળ હિન્દુ ધર્મગ્રંથ રામાયણમાં વર્ણિત લંકાના રાજા રાવણનો મહેલ છે.
180 મીટર ઊંચાઈએ આવેલું છે પૌરાણિક શહેર
સિગરિયા શહેર આજે શ્રીલંકાના સૌથી પ્રખ્યાત સ્મારકોમાંનું એક છે, જેની ગણતરી વિશ્વની અજાયબીઓમાં થાય છે. સિગરિયાને સિંહના ખડક તરીકે પણ ઓળખવામાં આવે છે, જેની ઊંચાઈ 180 મીટર હોવાનું કહેવાય છે. આ એટલું ઊંચી છે કે જંગલની બહારથી જ આખો પહાડ દેખાય છે. લેખિત રેકોર્ડ મુજબ, આ રાજા કશ્યપની રાજધાની હતી. કેટલાક લોકો એવું પણ માને છે કે રાજા કશ્યપે આ જગ્યાને પોતાના મહેલ તરીકે તૈયાર કરી હતી. હાલમાં, આ સ્મારક યુનેસ્કો હેરિટેજમાં સામેલ છે.


