- ભારતીય સ્પિન બોલર રવિ બિશ્નોઈ T20Iનો નંબર વન બોલર
- રવિ બિશ્નોઈએ હવે 699 પોઈન્ટ સાથે ટોચનું સ્થાન મેળવ્યું
- આ યાદીમાં રાશિદ ખાન 692 પોઈન્ટ સાથે બીજા સ્થાને
ભારતીય સ્પિન બોલર રવિ બિશ્નોઈ આ દિવસોમાં શાનદાર ફોર્મમાં છે. બિશ્નોઈ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી T20 સિરીઝમાં સૌથી વધુ વિકેટ લેનારો ખેલાડી બની ગયો છે. ભારતીય સ્પિનર રવિ બિશ્નોઈ હવે ICC T20 ઈન્ટરનેશનલ રેન્કિંગમાં બોલિંગમાં પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. તેણે લાંબા સમયથી આ પદ પર રહેલા રાશિદ ખાનને પાછળ છોડ્યો છે. રવિ બિશ્નોઈએ હવે 699 પોઈન્ટ સાથે ટોચનું સ્થાન મેળવ્યું છે. તે રાશિદ ખાન (692) કરતા 7 રેટિંગ પોઈન્ટ આગળ નીકળી ગયો છે. બિશ્નોઈ માટે આ વર્ષ શાનદાર રહ્યું છે. હવે નંબર વન બોલર બન્યા બાદ રવિનું પહેલું નિવેદન સામે આવ્યું છે. આ સિદ્ધિ હાંસલ કર્યા બાદ રવિ બિશ્નોઈનું પહેલું નિવેદન સામે આવ્યું છે.
બિશ્નોઈએ શું કહ્યું
રવિ બિશ્નોઈ હાલ સાઉથ આફ્રિકાના પ્રવાસે છે. આવતીકાલે એટલે કે 10મી ડિસેમ્બરથી ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 3 T20 મેચોની સિરીઝ, ત્યારબાદ 3 ODI મેચોની સિરીઝ અને ત્યારબાદ એક ટેસ્ટ મેચ પણ રમાશે. આવી સ્થિતિમાં રવિ બિશ્નોઈ અહીં પણ પોતાનો બોલિંગ વડે કમાલ કરશે તેવી આશા છે. જ્યારે રવિ બિશ્નોઈને પૂછવામાં આવ્યું કે વર્લ્ડ નંબર વન બોલર બન્યા બાદ તે કેવું અનુભવે છે તો રવિ બિશ્નોઈએ ટીમ વિશે મોટી વાત કહી હતી. તેણે કહ્યું કે અહીં સુધી પહોંચવાનું દરેકનું સપનું હોય છે. હવે જ્યારે હું આ સ્થાન પર છું, મને ખૂબ સારું લાગે છે. હું આ પદ જાળવી રાખવાનો પ્રયાસ કરીશ.
રવિ બિશ્નોઈએ કોને શ્રેય આપ્યો?
રવિ બિશ્નોઈએ વધુમાં કહ્યું કે વર્ષ 2023 મારા માટે ઘણું સારું સાબિત થયું. મને ટીમમાં સતત તકો મળતી રહી, જેના કારણે હું મારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી શક્યો. આ વર્ષે મને ટીમ સાથે રમવાની ઘણી તકો મળી છે. તે સ્પષ્ટ છે કે રવિ બિશ્નોઈએ આ માટે ટીમના કોચ અને કેપ્ટનને શ્રેય આપ્યો છે. મારા પર સતત વિશ્વાસ દર્શાવવામાં આવ્યો, મને ટીમનો ભાગ બનાવવામાં આવ્યો, જેના કારણે હું મારી જાતને સાબિત કરવામાં સફળ રહ્યો હતો.


