- વર્લ્ડકપ 2023માં ભારતીય ટીમનું શાનદાર પ્રદર્શન
- ભારતીય ટીમ લીગ મેચમાં હજુ એક પણ મેચ હારી નથી
- રવિ શાસ્ત્રીએ વર્લ્ડકપ ખિતાબને લઈ આપ્યું નિવેદન
ભારતના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું કે, જો રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમ આ વખતે ટાઈટલ જીતી શકશે નહીં, તો તેણે આગામી ત્રણ વર્લ્ડકપની રાહ જોવી પડશે. રવિ શાસ્ત્રીનું માનવું છે કે, જો ભારતીય ટીમ આ વખતે ચેમ્પિયન ન બની શકી તો તેણે આગામી ત્રણ વર્લ્ડકપની રાહ જોવી પડશે. શાસ્ત્રીએ એક પોડકાસ્ટ દરમિયાન કહ્યું કે,અત્યારે ભારતના મોટા ભાગના ખેલાડીઓ પોતાની ટોચ પર છે. જેના કારણે તેની પાસે ICC ટાઇટલની રાહ સમાપ્ત કરવાની મોટી તક છે.
ભારતે 12 વર્ષ પહેલાં ખિતાબ જીત્યો હતો
તેમણે કહ્યું કે, આ સમયે સમગ્ર દેશમાં ક્રિકેટનો ક્રેઝ છે. ભારતે 12 વર્ષ પહેલા વર્ડ કપ જીત્યો હતો. ભારતીય ટીમ પાસે આ માહોલને ફરી લાવવાની તક છે. ભારતીય ટીમ જે રીતે રમી રહી છે તેને જોતા કદાચ આ તેમની શ્રેષ્ઠ તક છે.
આ વખતે વર્લ્ડકપ ખિતાબ જીતવો જરૂરી
શાસ્ત્રીએ વધુમાં કહ્યું કે, જો તે આ વખતે ચૂકી જાય છે, તો તેણે આગામી ત્રણ વર્ડ કપની રાહ જોવી પડશે જેથી તે જીતવા વિશે પણ વિચારી શકે છે. આ વખતે ટીમના સાત-આઠ ખેલાડીઓ ટોચ પર છે. આ ખેલાડીઓનો આ છેલ્લો વર્ડ કપ હોઈ શકે છે. તે જે રીતે રમી રહ્યા છે અને કન્ડિશન છે, તેમને આ વખતે ટાઈટલ જીતવું જોઈએ.શાસ્ત્રીએ વધુમાં કહ્યું કે ભારત પાસે અત્યારે અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ બોલિંગ આક્રમણ છે.


