- બન્ને ટીમને લઈને કહી દીધી આ મોટી વાત
- મેચમાં દરેક ખેલાડીઓનું પર્ફોમન્સ રહેશે ખાસ
- ઓસ્ટ્રેલિયા ટીમ પણ લડી લેવાના મૂડમાં
વર્લ્ડ કપ 2023 ICC ODI વર્લ્ડ કપ 2023ની ફાઈનલને લઈને પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ મેચમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એને લઈને મહત્ત્વની સલાહ આપી છે. શાસ્ત્રીએ જણાવ્યું હતું કે, ટીમ ઈન્ડિયા માટે પ્રથમ 10 ઓવર ખૂબ જ મહત્વપૂર્ણ હશે. આ સમય દરમિયાન ટીમ જીત અને હાર તરફ આગળ વધશે. ભારત અને ઓસ્ટ્રેલિયા ICC ODI વર્લ્ડ કપ 2023ની ફાઈનલમાં ટકરાવા માટે તૈયાર છે. આ મેચ તારીખ 19 નવેમ્બર, રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.
ઈન્ડિયાની ગેમ વિસ્ફોટક
સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન ટીમ ઈન્ડિયાની ગેમ વિસ્ફોટક રહી છે. આ ટુર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયા એક પણ મેચ હારી ન હતી. આ સિવાય ઓસ્ટ્રેલિયાની ટીમે ખરાબ શરૂઆત બાદ જે રીતે વાપસી કરી છે તે પણ પ્રશંસનીય છે. ખાસ કરીને શમી, જાડેજા, કુલદિપ યાદવ અને જસપ્રીત બુમરાહે જે રીતે અગાઉના દરેક મેચનું પાસુ પલટી નાંખ્યું એ જોતા ફાઈનલની મેચ રસપ્રદ રહેવાની છે. હવે આ બંને ફાઇનલમાં ટકરાવાના છે. લીગ તબક્કામાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચેન્નાઈમાં મુકાબલો થયો હતો. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાના પૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ ફાઈનલને લઈને મોટી ભવિષ્યવાણી કરી છે.
પહેલી દસ ઓવર મહત્ત્વની
શાસ્ત્રીએ કહ્યું છે કે બંને ટીમોની પ્રથમ 10 ઓવર ફાઇનલમાં જીત કે હાર નક્કી કરશે. રવિ શાસ્ત્રીએ કહ્યું, ‘મારું માનવું છે કે મેચની પ્રથમ 10 ઓવર ઘણી મહત્વપૂર્ણ સાબિત થશે. ભારતને આ ઓવરોમાં વિસ્ફોટક શરૂઆતની જરૂર પડશે. ખાસ કરીને રોહિત શર્માએ જે રીતે બેટિંગ કરી છે તેને ચાલુ રાખવું પડશે. ઓસ્ટ્રેલિયા સાથે પણ કંઈક આવું જ છે. જો તેઓ પ્રથમ 10 ઓવરમાં સારી શરૂઆત કરશે તો તેમને આત્મવિશ્વાસ મળશે. ડેવિડ વોર્નર, ટ્રેવિસ હેડ અને મિશેલ માર્શ તેમની ટીમમાં ખૂબ જ ખતરનાક ખેલાડી છે.
કોહલી પર વિશ્વાસ
આ સિવાય રવિ શાસ્ત્રીએ પણ વિરાટ કોહલીના ફોર્મ પર પોતાનો અભિપ્રાય આપ્યો હતો. શાસ્ત્રીએ કહ્યું, ‘તે પોતાની એક અલગ સ્ટોરી લખી રહ્યો છે. તે જે પ્રકારનું રમવાનું રૂપ ધરાવે છે. તેના બેટમાંથી બીજી સદી થવાની છે. તેમાં કોઈ આશ્ચર્ય ન હોવું જોઈએ. તેણે સેમિફાઇનલમાં તે બતાવ્યું છે અને તે ફાઇનલમાં પણ થઈ શકે છે અને તે તેનાથી મોટું કંઈ ન હોઈ શકે. ફાઈનલ પહેલા બોલિંગને લઈને શાસ્ત્રીએ કહ્યું, ‘હાલમાં અમારી પાસે શ્રેષ્ઠ પેસ એટેક છે. મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ અને જસપ્રિત બુમરાહ શાનદાર બોલિંગ કરી રહ્યા છે.


