- ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે મેચ
- મેચ પહેલાં કોહલીને રવિ શાસ્ત્રીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી
- રવિ શાસ્ત્રીની શુભેચ્છા પાઠવવાની રીત બની ચર્ચાનો વિષય
વિરાટ કોહલી પોતાના 35મા જન્મદિવસ પર સાઉફથ આફ્રિકા વિરુદ્ધ શાનદાર ઈનિંગ રમી રહ્યો છે. વિરાટે પોતાના વનડે કરિયરની 49મી સદી ફટકારીને પોતાના જન્મદિવસને ખૂબ જ ખાસ બનાવ્યો છે. વનડે ફોર્મેટમાં સૌથી વધુ સદી ફટકારનારા બેટ્સમેન સચિન તેંડુલકર છે. સચિને પોતાના કરિયરમાં 49 સદી ફટકારી હતી અને હવે કોહલીએ તેના રેકોર્ડની બરાબરી કરી છે. વિરાટ કોહલીએ અણનમ 101 રન બનાવ્યા છે. સમગ્ર વિશ્વમાં વિરાટ કોહલીના ફેન્સ તેની 49મી સદીની આશા રાખી રહ્યા હતા. જેમાં એક પૂર્વ ભારતીય ક્રિકેટર રવિ શાસ્ત્રી હતા. જે કોહલીની કેપ્ટનશિપ દરમિયાન ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ પણ હતા.
રવિ શાસ્ત્રીએ શું કહ્યું?
રવિ શાસ્ત્રીએ વિરાટ કોહલીને તેના શાનદાર અંદાજમાં જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. રવિ શાસ્ત્રીએ વિરાટ કોહલી સાથે આજે લીધેલી તસવીર શેર કરી અને ટ્વીટર પર લખ્યું કે, તમે દિવસેને દિવસે યુવાન થઈ રહ્યા છો. હેપ્પી બર્થડે જવાન. તમે વધુ ઊંચાઈઓ પ્રાપ્ત કરો. ભગવાન તમને ખુશ રાખે.
વર્લ્ડકપ 2023માં વિરાટ કોહલી શાનદાર ફોર્મમાં
વિરાટ કોહલીએ આ સમગ્ર વર્લ્ડકપમાં શાનદાર બેટિંગ કરી છે. જેનો ફાયદો ટીમ ઈન્ડિયાને પણ થઈ રહ્યો છે. કોહલીએ આ પહેલા ક્યારેય વર્લ્ડકપમાં 500 રન બનાવ્યા નહોતા, પરંતુ આ વખતે વિરાટે 500થી વધુ રન બનાવ્યા છે. જો ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની મેચની વાત કરવામાં આવે તો, ભારતીય ટીમે 50 ઓવર બાદ 5 વિકેટના નુકસાને 326 રન બનાવ્યા છે. જેથી સાઉથ આફ્રિકાને જીત માટે 327 રનનો ટાર્ગેટ મળ્યો છે.