- આવતીકાલે ભારત ઓસ્ટ્રેલીયા વચ્ચે વર્લ્ડ કપની ફાઇનલ મેચ
- ઓલરાઉન્ડર ખેલાડી ગુજરાતના રવીન્દ્ર જાડેજા તરફ સૌની નજર
- મુકાબલો રસાકસી વાળો બની રહેશે તે ચોક્કસ: નૈના જાડેજા
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આવતીકાલે 19 નવેમ્બરના રોજ ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ રમાવા જઈ રહી છે જેને લઈને છેલ્લા બે દિવસથી ક્રિકેટ ચાહકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે ટીમ ઈન્ડિયાના સભ્ય અને ઓલરાઉન્ડર ખેલાડી ગુજરાતના રવીન્દ્ર જાડેજા તરફ સૌની નજર છે.
19 નવેમ્બરના રોજ ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલીયા સામે ભીડવા માટે તૈયાર છે ત્યારે સૌ ભારતીયો આવતીકાલની મેચને લઈને ઘણા જ રોમાંચિત જોવા મળી રહ્યા છે. ત્યારે, ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી રવીન્દ્ર જાડેજાની બહેન નૈના જાડેજાએ પ્રતિક્રિયા આપી છે. તેમણે ટીમ ઈન્ડિયાની જીત માટે પ્રાર્થના કરી છે. સાથે જ કહ્યું છે કે ઓસ્ટ્રેલીયા એક મજબૂત ટીમ છે એવામાં આ મુકાબલો રસાકસી વાળો બની રહેશે તે ચોક્કસ છે.