રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની જીત બાદ બેંગલુરુ શહેર અને કર્ણાટકમાં એક અલગજ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. લોકો ભીડમાં રસ્તા પર આવીને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની જીતની ઉજવણી કરી રહ્યા હતા, પરંતુ રસ્તા પર વાતાવરણ વધારે તંગ બનતા ઉજવણી પજવણીમાં ફેરવાઇ ગઈ, અને પોલીસને ભીડ કાબૂ કરવા ડંડા વાળી કરવી પડી હતી.
રસ્તા પર થયું સેલિબ્રેશન
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની પંજાબ સામે રોમાંચક જીત બાદ ચાહકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. સામાન્ય રીતે આવી ઘટનાઓ થતીજ હોય છે, જ્યારે કોઈ ટીમ મોટી મેચ જીતે ત્યારે જેતે ટીમને સપોર્ટ કરનારા લોકો જાહેરમાં ઉજવણી કારતાજ હોય છે. ત્યારે કર્ણાટકના કલબુર્ગીમાં RCBના ચાહકો રસ્તા પર ઢોલ નગારા સાથે ઉતરી આવ્યા હતા. RCBના ચાહકો ગીતો ગાઈ રહ્યા હતા ને RCBના ઝંડા લહેરાવી રાહયા હતા, જેનાથી રસ્તા પર સખત ટ્રાફિક જામ સર્જાયો હતો.
ભીડ બની બેકાબૂ
કર્ણાટકના કલબુર્ગીમાં RCBના ચાહકો રસ્તા પર ઢોલ નગારા સાથે ઉતરી આવતા ભીડ બેકાબૂ બનવા લાગી હતી. ચાહકો એટલા બધા રસ્તા પર આવી ગયા હતા, કે પોલીસ પ્રશાશન માટે ભીડ પર કાબૂ કરવો એ એક મુશ્કેલ કામ થઈ ગયું હતું. પોલીસે આખરે ભીડને વિખેરવા માટે લાઠી ચાર્જ કરવો પડ્યો હતો. પોલીસની આ કાર્યવાહીને લોકોએ ખૂબ વખોડી. ચાહકોનું માનવું છે કે એક શાંતિ પૂર્ણ ઉજવણીને પોલીસે બળ પ્રયોગ કરીને વિખેરવાનો પ્રયત્ન કર્યો હતો, જે નીંદનીય છે.
બેંગલુરુ અને કર્ણાટકમાં ખુશીનો માહોલ
આઈપીએલ 2025 માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ટ્રોફીના દુષ્કાળને પૂરો કર્તાની સાથેજ ક્રિકેટ રસિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આમતો દુનિયા ભરના ક્રિકેટ ચાહકો ખુશ હતા, પરંતુ બેંગલુરુ અને કર્ણાટકના ચાહકો માટે ગાઈકલનો દિવસ ખૂબ વધારે મહત્વનો હોવાથી ત્યાં ખુશીનો માહોલ વધારે જોવા મળી રહ્યો હતો. 18 વર્ષ પછી ટ્રોફી મળતા બેંગલુરુ અને કર્ણાટકમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ચાહકો રસ્તા પર ઉતરી આવ્યા હતા.