IPLના ચાહકો માટે આ વર્ષે સૌથી સારા સમાચાર એ છે કે કિંગ કોહલીની ટીમ RCB 9 વર્ષ પછી ફાઇનલમાં પહોંચી છે.આ ખુશીના સમાચાર સાથે સાથે ચાહકોને દુખ એ પણ વાતનું છે કે RCB નો મજબૂત ખેલાડી IPL 2025 છોડીને ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની ODI શ્રેણી રમવા પોતાના દેશ ઇંગ્લેન્ડ પરત ફર્યો છે. ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની પહેલી મેચ 29 મે ના રોજ રમાઈ હતી આ શ્રેણી માટે, RCB નો મજબૂત ખેલાડી IPL 2025 છોડીને ગયો છે અને તેણે જતાની સાથે જ બેટથી તબાહી મચાવી દીધી હતી. પ્રથમ ODI મેચમાં, આ ખેલાડીએ વિસ્ફોટક બેટિંગ કરી અને 13 બાઉન્ડ્રી ફટકારી.
જેકબ બેથેલે તબાહી મચાવી
IPL 2025ના મેગા ઓક્શનમાં RCB એ ઈંગ્લેન્ડના યુવા ખેલાડી જેકબ બેથેલને 2.6 કરોડ રૂપિયામાં ખરીદ્યો. જોકે, સંજોગો વસાત IPL2025 ની આ સિઝનમાં જેકબને ફક્ત 2મેચ રમવા મળી, પરંતુ તેમ છતાં જેકબનું પ્રદર્શન ખુબજ સારું રહ્યું અને તેણે 67 રન બનાવ્યા. RCBના સ્ફોટક પ્લેયર ફિલ સોલ્ટની ગેરહાજરીમાં જેકબને RCB ની પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો હતો, જોકે, પ્લેઓફ પહેલા જેકબને રાષ્ટ્રીય ફરજ પૂરી કરવા માટે ઘરે પાછો ફર્યો અને જતાની સાથે જ તેણે શ્રેણીની પ્રથમ મેચમાં ફટકાબાજી કરી.
53 બોલમાં જેકબના 82 રન
પ્રથમ ODI મેચમાં, જેકબ બેથેલે ધમાકેદાર બેટિંગ કરતા 53 બોલ પર 82 રન ફટકાર્યા. આ મેચ દરમિયાન, જેકબે 8 ચોગ્ગા અને 5 છગ્ગા માર્યા આ મેચમાં તેના બેટમાંથી કુલ 13 બાઉન્ડ્રી નીકળી. આ મેચમાં ઇંગ્લેન્ડે 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 400 રન બનાવ્યા હતા.
વેસ્ટ ઈન્ડિઝ માત્ર 162 રનમાં ઓલઆઉટ થયું
400 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં, આખી વેસ્ટ ઈન્ડિઝ ટીમ 26.2 ઓવરમાં માત્ર 162 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ઈંગ્લેન્ડ તરફથી બોલિંગ કરતા, શાકિબ મહમૂદ અને જેમી ઓવરટને 3-3 વિકેટ લીધી. આ ઉપરાંત, આદિલ રશીદે 2 વિકેટ લીધી.


