- સ્મૃતિ મંધાનાની આગેવાની હેઠળની RCBની પહેલી મેચમાં જીત
- શોભના આશાએ 4 ઓવર નાખી અને 22 રન આપીને પાંચ વિકેટ લીધી
- શોભનાએ 17મી ઓવરમાં 3 વિકેટ લઈને મેચનું ચિત્ર બદલી નાખ્યું
વિમેન્સ પ્રીમિયર લીગની પ્રથમ સિઝનમાં સ્મૃતિ મંધાનાની આગેવાની હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનું બેટિંગ પ્રદર્શન કંઈ ખાસ નહોતું. બોલિંગમાં શોભના આશાની શ્રેષ્ઠ પ્રદર્શનને કારણે ટીમે વિજયી શરૂઆત કરી છે. આ ટીમે પ્રથમ સિઝનમાં માત્ર બે મેચ જીતી હતી અને શરમજનક પ્રદર્શન કર્યું હતું. અહીં બીજી સિઝનમાં આરસીબીની ટીમે તેના હોમ ગ્રાઉન્ડ પર પ્રથમ મેચમાં જીત સાથે શરૂઆત કરી હતી. યુપી વોરિયર્સ એક સમયે આ મેચમાં સરળતાથી જીત તરફ આગળ વધી રહ્યું હતું અને તેની 7 વિકેટ બાકી હતી અને તેને 4 ઓવરમાં 32 રનની જરૂર હતી. પરંતુ શોભનાએ 17મી ઓવરમાં 3 વિકેટ લઈને મેચનું ચિત્ર બદલી નાખ્યું હતું.
પાંચ વિકેટ લઈને ઈતિહાસ રચ્યો
શોભના આશા જોયે આ મેચમાં 4 ઓવર નાખી અને 22 રન આપીને પાંચ વિકેટ લીધી. તે લીગના ઈતિહાસમાં પાંચ વિકેટ લેનારી પ્રથમ ભારતીય બોલર બની હતી. તેણે સારી બોલિંગની સાથે તેનો પંજા ખોલ્યો. એક સમયે બેંગ્લોરની ટીમ અને ચાહકોના મોઢા ઉતરતા જોવા મળ્યા હતા. પરંતુ 17મી ઓવરમાં આશાએ ત્રણ વિકેટ લીધી અને સેટ પ્લેયર શ્વેતા સેહરાવત અને ગ્રેસ હેરિસની વિકેટ લીધી. આ સિવાય તેણે કિરણ નવગિરોને આઉટ કરીને પોતાની પાંચમી વિકેટ લીધી હતી. આ પછી 19મી ઓવરમાં જ્યોર્જિયા વેહરામે પૂનમ ખેમનરને બોલ્ડ કરી જે ખતરનાક દેખાઈ રહી હતી.
મેચ સમરી
આ મેચમાં પહેલા રમતા RCBની ટીમ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 157 રન જ બનાવી શકી હતી. જવાબમાં યુપી વોરિયર્સે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 155 રન બનાવ્યા હતા અને લક્ષ્ય સુધી પહોંચી શકી નહોતી. આરસીબીએ આ મેચ શાનદાર રીતે 2 રને જીતી હતી. આ મેચમાં જીતનો શ્રેય RCBના સ્પિનરોને આપવો જોઈએ. સ્પિનરોએ છેલ્લી 3-4 ઓવરમાં રન બનાવવા દીધા ન હતા. જ્યોર્જિયા વેરહેમે 19મી ઓવર અને સોફી મોલિનેક્સે છેલ્લી ઓવરમાં શાનદાર બોલિંગ કરી હતી.
આરસીબીની બેટિંગ લાઇનઅપ નિષ્ફળ રહી
આરસીબી તરફથી પ્રથમ ઇનિંગમાં સબીનેની મેઘનાએ 44 બોલમાં 53 રનની ઇનિંગ રમી હતી. જ્યારે રિચા ઘોષે 37 બોલમાં 62 રન બનાવ્યા હતા. કેપ્ટન સ્મૃતિ મંધાના માત્ર 13 રન બનાવી શકી હતી. આ ત્રણ સિવાય અન્ય કોઈ ખેલાડી ડબલ ફિગરને સ્પર્શી શક્યો નહોતો. યુપી માટે રાજેશ્વરી ગાયકવાડે 4 ઓવરમાં 24 રન આપીને બે વિકેટ ઝડપી હતી. જ્યારે તાહલિયા મેકગ્રા, ગ્રેસ હેરિસ, દીપ્તિ શર્મા અને સોફી એક્લેસ્ટોને 1-1 વિકેટ મળી હતી.


