‘એનાબેલ ડૉલ’ને હોરર ડોલ એટલે કે ભૂતિયા ઢીંગલી પણ કહેવામાં આવે છે. “ધ કોન્જ્યુરિંગ” ફિલ્મ શ્રેણીમાં આ ઢીંગલી દર્શાવવામાં આવી છે. જે આ ફિલ્મથી પ્રખ્યાત બની છે. આ ઢીંગલી પેરાનોર્મલ તપાસકર્તાઓ એડ અને લોરેન વોરેનના ગુપ્ત સંગ્રહાલયમાં રાખવામાં આવી છે અને તેની હરકતો અને કિસ્સા સાંભળ્યા બાદ તેને ભૂતિયા ઢીંગલી તરીકે ઓળખવામાં આવે છે. ‘એનાબેલ ડૉલ’ની કહાની વર્ષ 1970માં શરુ થઇ હતી.
ઢીંગલીએ કરી વિચિત્ર હરકત
વર્ષ 1970માં ડોના નામની વિદ્યાર્થી નર્સને તેની માતાએ જન્મદિવસની ભેટ સ્વરૂપે આ ઢીંગલી આપી હતી. ડોના અને તેના રૂમમેટ એનજીએ ઢીંગલી સાથે કેટલીક વિચિત્ર ઘટનાઓ જોવાનું શરૂ કર્યું હતુ. જેમ કે ઢીંગલીનું સ્થાન બદલવું, રૂમમાં ફરવું અને પત્ર પર નોંધ છોડવી. વગેરે જેવી ઘટનાઓ ડર પેદા કરી રહી હતી. વોરેનના મતે, ઢીંગલી સાથે વિચિત્ર વર્તન અને કેટલાક મનોવિજ્ઞાનીઓના દાવાઓ જોયા પછી, તેણે માન્યું કે ઢીંગલી કોઈ શૈતાની આત્માનો પડછાયો છે.
સંગ્રહાલયમાં મુકાઇ હતી ઢીંગલી
રેગેડી એન એ અમેરિકન લેખક જોની ગ્રુએલે બનાવેલું એક પાત્ર છે. જે નાના બાળકો માટેના ચિત્ર પુસ્તકોની શ્રેણીમાં દેખાયું હતું. તે લાલ રંગના વાળ અને ત્રિકોણાકાર નાકવાળી કાપડની ઢીંગલી છે. આ ઢીંગલીને સંગ્રહાલયમાં રાખવામાં આવી હતી. તેના પર “એનાબેલ” નામની એક હોલીવુડ ફિલ્મ બનાવવામાં આવી છે. જેમાં તે ખલનાયિકાની ભૂમિકામાં જોવા મળે છે.
એનાબેલ ઢીંગલી પર આધારિત ઘણી હોરર ફિલ્મો બનાવવામાં આવી છે, જેમ કે “એનાબેલ” (2014), “એનાબેલ: ક્રિએશન” (2017), અને “એનાબેલ કમ્સ હોમ” (2019). આ ફિલ્મોએ ઢીંગલીને વધુ પ્રખ્યાત બનાવી છે. અને હવે તે એક ભૂતિયા ઢીંગલી તરીકે ઓળખાય છે.