- સવારના નાસ્તા માટે પરફેક્ટ ડિશ રહેશે ઈડલી
- અડદની દાળ અને રવાને રાતે જ આથો આવવા રાખી દો
- સવારે મસ્ત ગરમાગરમ નાસ્તો કરી દેશે ખુશ
ઈડલી અને સાંભર એક સાઉથ ઈન્ડિયન રેસિપી છે જેને દક્ષિણ ભારતની સાથે સાથે ઉત્તર ભારતમાં પણ જાણીતું છે. આ ડિશ ખાસ કરીને અડદની દાળ અને ચોખાથી બને છે. પણ જો તમે તેને યોગ્ય રીતે નહીં બનાવો તો તે કડક બની જશે. તમે રવા અને અડદની દાળની મદદથી પણ સ્વાદિષ્ટ અને સોફ્ટ ઈડલી તૈયાર કરી શકો છો. તે તમારા સવારના નાસ્તા માટે પરફેક્ટ ઓપ્શન બની શકે છે. તો જાણો કેવી રીતે બનાવશો.
સામગ્રી
- 1 કપ રવો (સૂજી)
- 1 ટીસ્પૂન અડદની દાળ
- 1 ટી સ્પૂન ઇનો ફ્રૂટ સોલ્ટ
- 2 ટેબલસ્પૂન તેલ
- 1 ટેબલ સ્પૂન મેથી
- મીઠું
બનાવવાની રીત
સૌથી પહેલા એક બાઉલમાં અડદની દાળ અને મેથી લો. અન્ય બાઉલમાં રવો લો. હવે અડદની દાળ અને રવાને 2 કલાક પલાળીને રાખો. રવો અને દાળ જ્યારે સારી રીતે પલળી જાય તો મેથી અને અડદદાળને મિક્સરમાં પીસી લો અને પેસ્ટ બનાવો. તેમાં પલાળેલો રવો મિક્સ કરો અને ફરીથી હલાવી લો. તમામ વસ્તુઓને મિક્સ કરીને એક મસ્ત બેટર તૈયાર કરો. આ બેટરને 7 કલાક માટે આથો આવવા રહેવા દો. હવે ઈડલીની પ્લેટ લો અને તેમાં તેલ લગાવી ગ્રીસ કરી લો. જેથી તેમાં બેટર ચોંટે નહીં. ઈડલી કૂકરમાં થોડું પાણી ઉમેરો અને તેને ગરમ કરો. આ પછી ઈડલી પ્લેટને સેટ કરો અને ફાસ્ટ ગેસ પર 5-10 મિનિટ સુધી ઢાંકણું લગાવીને સારી રીતે ચઢવા દો. આ પછી ઉપરથી ઢાંકણું હટાવીને ચેક કરો. જો ઈડલી તૈયાર થઈ ગઈ હોય તો તેને ચટણી કે સાંભરની સાથે સર્વ કરો.