- બાજરીનો રોટલો સ્ટફિંગ સાથે બનાવો
- ભરેલા રોટલાનો સ્વાદ આપશે અલગ ટેસ્ટ
- લીલું લસણ અને ડુંગળી હેલ્થ માટે રહેશે બેસ્ટ
કાઠિયાવાડમાં રોટલો તમામ જગ્યાએ ફેમસ છે. લીલું લસણ અને લીલી ડુંગળીથી ભરેલો રોટલો શિયાળામાં કાઠિયાવાડમાં વધારે પ્રમાણમાં ખવાતો હોય છે. બાજરીનો રોટલો હેલ્થ માટે પણ સારો રહે છે. આ લોટ ગ્લૂટન ફ્રી હોય છે. માટે તેને બાંધવામાં પણ વધારે પાણીની જરૂર રહે છે. જો તમે તેને પ્રોપર રીતે બનાવશો તો તે સૌ કોઈને ભાવશે. તો આ શિયાળામાં માણી લો સ્વાદિષ્ટ ભરેલા કાઠિયાવાડી રોટલાનો સ્વાદ. આ સ્વાદ તમે ક્યારેય ભૂલી શકશો નહીં.
બાજરીના ભરેલા રોટલા માટેની સામગ્રી
- 2 ટેબલ સ્પૂન ઘી
- 1/2 ટેબલ સ્પૂન જીરું
- 1/4 ટેબલ સ્પૂન હિંગ
- 1/4 ટેબલ સ્પૂન હળદર
- 1 ટેબલ સ્પૂન તલ
- 1/3 કપ લીલું લસણ
- 1/3 કપ લીલી ડુંગળી
- 1/2 કપ કોથમીર
- 3 ચમચી આદુ લસણની પેસ્ટ
- મીઠું સ્વાદ અનુસાર
બનાવવાની રીત
આ રીતે બનાવો સ્ટફિંગ
એક પેનમાં ઘી ગરમ કરો. તે ગરમ થાય એટલે જીરું, હિંગ, હળદર, તલ અને લીલું લસણ અને તેનો સફેદ ભાગ ઉમેરો. હવે એક મિનિટ સુધી ધીમા ગેસે સાંતળો. તેમાં ફરી લીલા લસણના પાન અને લીલી ડુંગળીના પાન અને કોથમીર મિક્સ કરો. ઈચ્છો તો મેથીની ભાજી પણ મિક્સ કરી શકાય. તેને સતત હલાવો. તેમાં આદુ મરચાની પેસ્ટ ઉમેરો અને સાંતળો. હવે સ્ટફિંગ તૈયાર છે. તેને ઠંડું થવા દો.
નોંધ- સ્ટફિંગ બનાવતી સમયે નહીં પણ તે રૂમ ટેમ્પ્રેચર પર આવે પછી તેમાં મીઠું મિક્સ કરો.
બનાવો રોટલો
બાજરીનો લોટ લો અને તેને ચાળી લો. સ્વાદ અનુસાર મીઠું ઉમેરો. તેને સારી રીતે મિક્સ કરો. હવે રોટલા માટેનો લોટ બાંધો. તેમાં ગ્લૂટેન હોતું નથી માટે તેને વધારે મસળવો પડે છે. ભરેલો રોટલો બનાવવા થોડો થોડો લોટ લઈને તૈયાર કરો અને રોટલો બનાવો. લોટ જેટલો વધારે મસળશો તેટલો રોટલો સારો બનશે. 5-7 મિનિટ સુધી લોટ મસળો. તૈયાર લોટના 2 ભાગ કરો. હવે એક ગોળો લો અને અટામણની સાથે તેને હાથથી ફેલાવો. હવે સ્ટફિંગ મૂકો અને તેનો ફરીથી ગોળો વાળો. લોટની સાઈડમાં તિરાડ ન આવે તે રીતે તૈયાર કરો. હવે ફરીથી અટામણ પાથરો. હવે તેને હળવા હાથે વણો. નોનસ્ટિકની પેન ગરમ કરો. મીડિયમ ફ્લેમ પર રોટલો શેકાઈ જાય તો તેને ફેરવી લો અને પછી ઘી લગાવીને પીરસો.
ગરમાગરમ રોટલો જમવામાં કે નાસ્તામાં બેસ્ટ રહે છે. તમે તેને લસણની ચટણી અને દહીંની સાથે પણ પીરસી શકો છો. જો તમે આ રોટલો એકવાર ખાઈ લેશો તો તમે તેનો સ્વાદ ભૂલી શકશો નહીં.