અમદાવાદના કિસ્મતનગરની ચાલીમાં 30 નવેમ્બરના રોજ થયેલી હત્યાના કેસમાં પોલીસે તપાસમાં ગતિ લાવવા માટે આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈને સમગ્ર ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન (પુનઃનિર્માણ) કરાવ્યું હતું. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આ હત્યાનું મૂળ કારણ પ્રેમ સંબંધમાં થયેલી બબાલ હતી. મૃતકની ભત્રીજી સાથે આરોપીઓને પ્રેમ સંબંધ હતો, પરંતુ મૃતકે આ બાબતે આરોપીઓને ટોક્યા હતા અને તેમને સંબંધ ન રાખવા માટે ઠપકો આપ્યો હતો.
હત્યા પહેલાંની બબાલનો ખુલાસો
આ ટોકવાથી ગુસ્સે ભરાયેલા આરોપીઓએ બદલો લેવાનો પ્લાન બનાવ્યો હતો અને 30 નવેમ્બરે તેમની હત્યા કરી નાખી હતી. પોલીસે હત્યારા આરોપીઓને ઘટનાસ્થળે લાવીને સમગ્ર ઘટનાક્રમનું રિ-કન્સ્ટ્રક્શન કરાવ્યું છે, જેનાથી આરોપીઓએ કયા સમય અને કઈ રીતે હત્યા કરી તેની ચોક્કસ માહિતી મળી શકે. પોલીસે આ મામલે વધુ ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : Surendranagar News : ધ્રાંગધ્રામાં પિતાના જ ટ્રેક્ટર નીચે આવી જતાં દીકરાનું મૃત્યુ, આખું ગામ હીબકે ચઢ્યું


