- આશરે 120 થી વધુ ફ્લાઈટનું લેન્ડિંગ અને ટેક ઓફ
- દિલ્હી-મુંબઈથી સતત ફ્લાઈટનું અવર-જવર
- એરપોર્ટની બહારની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી
હાલમાં જામનગરની ચર્ચા સૌ કોઈ કરી રહ્યું છે. જામનગરમાં દુનિયાના સ્ટારથી લઈ ઉદ્યોગપતિઓ પહોંચી રહ્યા છે. આ માટે જામનગર એરપોર્ટ પર સતત ફ્લાઈટના લેન્ડિંગ અને ટેક ઓફની પ્રક્રિયા જોવા મળી રહી છે. આજના જ દિવસમાં જામનગર એરપોર્ટ પર આશરે 120 થી વધુ ફ્લાઈટનું લેન્ડિંગ અને ટેક ઓફ કરી રહ્યું છે.
જ્યારે નોંધનીય છેકે, જામનગરનું એરપોર્ટ મેનેજમેન્ટ વાયુસેના દ્વારા કરવામાં આવી રહ્યું છે. જેમાં એરપોર્ટ પર હેવી ટ્રાફિક જોવા મળી રહ્યો છે જેને વાયુસેના દ્વારા મેનેજ કરવામાં આવી રહ્યું છે. તેમજ દુનિયાભરમાંથી આવી રહેલા વિમાનોમાં બોઈંગ, એરબસથી લઈને એમ્બ્રેયર. ગ્લોબલ્સ, ફાલ્કન્સથી લઈને હોકર્સ જેવા તમામ મુખ્ય વિમાનો ઉતર્યા હતા.
જામનગરના રિલાયન્સ ગ્રીન ખાતે 1થી 3 માર્ચ દરમિયાન યોજાનારા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનમાં દેશ-વિદેશમાંથી મહેમાનો પધારવાના છે. મહેમાનોને જામનગર લાવવા માટે દિલ્હી અને મુંબઈથી ચાર્ટર્ડ ફ્લાઈટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જે દિલ્હી અને મુંબઈથી જામનગર સુધી આવશે અને પાછી લઈ જશે.

આ દરમિયાન દિલ્હી-મુંબઈ અને દુનિયાભરમાંથી 15 મોટા ચાર્ટર પ્લેન હતા જેને પણ એરપોર્ટ મેનેજમેન્ટ દ્વારા મેનેજ કરવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં સાથે જ મહેમાનોના સ્વાગત માટે એરપોર્ટને પણ દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. એરપોર્ટ પર પણ પુરતી સુરક્ષા ઊભી કરવામાં આવી છે. એરપોર્ટથી લઈને રિલાયન્સ ટાઉનશિપ સુધીનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
પોલીસ સહિત સુરક્ષા ટીમનો કાફલો
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્સના પ્રિ-વેડિંગને લઈને દેશ-વિદેશી મહેમાનોનો જમાવડો જોવા મળી રહ્યો છે. ત્યારે 900થી વધુ પોલીસકર્મીઓનો દેશ-વિદેશના તેમજ સેલિબ્રિટી અને ઈન્ટરનેશનલ બિઝનેસ ક્લાસ લોકોની સુરક્ષા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં 7 SP, 12થી વધુ DYSP તથા પીઆઇ અને પીએસઆઇ સહિત 900 પોલીસકર્મીઓ બંદોબસ્તમાં રાખવામાં આવશે.

એટલું જ નહીં ખાસ ગેસ્ટ માટે વનતારાની ડિઝાઈનવાળી મર્સિડિઝ કારનો કાફલો એરપોર્ટ પર તહેનાત કરી દેવાયો છે. આ ઉપરાંત VVIP માટે 150 ફાઇવ સ્ટાર બંગલા બનાવવામાં આવ્યા છે. 900થી વધુ પોલીસ કર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.


