- માત્ર ઓનલાઈન અરજીના આધારે મંજૂરીનો નિર્ણય
- વર્ગ દીઠ રૂ.5 હજાર ફી નક્કી કરતા મંડળોએ નોંધાવ્યો વિરોધ
- ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળનો વિરોધ
રાજ્યમાં ચાલતી પ્રિ-સ્કૂલોનું આજથી રજીસ્ટ્રેશન થશે. જેમાં માત્ર ઓનલાઈન અરજીના આધારે મંજૂરીનો નિર્ણય લેવાયો છે. તેમાં વર્ગ દીઠ રૂ.5 હજાર ફી નક્કી કરતા મંડળોએ વિરોધ નોંધાવ્યો છે. જેમાં ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળનો પણ વિરોધ છે.
પ્રિ-સ્કૂલ રજિસ્ટ્રેશન ન કરાવવા ત્રણેય મંડળોએ અપીલ કરી
પ્રિ-સ્કૂલ રજિસ્ટ્રેશન ન કરાવવા ત્રણેય મંડળોએ અપીલ કરી છે. જેમાં આજથી પ્રિ સ્કૂલ – બાલવાટિકનું સરકારમાં રજિસ્ટ્રેશન થશે. સરકારે રજિસ્ટ્રેશનમાં વર્ગ દીઠ રૂપિયા 5 હજાર ફી નક્કી કરતા મંડળોએ વિરોધ નોંધાવ્યો છે. તેમાં રજીસ્ટર ભાડા કરારને લઈને પણ મંડળોએ વાંધો ઉપાડ્યો છે. તેમાં અખિલ ગુજરાત, ગુજરાત રાજ્ય અને ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળનો વિરોધ છે. તેમજ ઓનલાઈન ચકાસણી બાદ પ્રમાણપત્ર અપાશે. તેમાં 7 જેટલા મુદ્દાઓની ચકાસણી કરવામાં આવશે.
સરકારમાં 5 હજાર રૂપિયા રજિસ્ટ્રેશન ફી પણ ચૂકવવી પડશે
રાજ્યમાં હજારોની સંખ્યામાં ખાનગી ધોરણે મંજૂરી વિના પ્રિ-પ્રાયમરી સ્કૂલો નર્સરી, સિનિયર, જૂનિયર કેજી, બાલ વાટીકા ધમધમી રહી છે. આવામાં પ્રિ-પ્રાયમરી સ્કૂલને લઈને રાજ્ય સરકારે નવી પોલિસી બનાવી છે. જે મુજબ રાજ્યમાં હવે પ્રિ-પ્રાયમરી સ્કૂલનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે. આ માટે સરકારમાં 5 હજાર રૂપિયા રજિસ્ટ્રેશન ફી પણ ચૂકવવી પડશે. રાજ્ય સરકારની નવી પોલિસીમાં જણાવવામાં આવ્યું છે કે, ગ્રામ વિસ્તારમાં આવેલી પ્રિ-પ્રાયમરી સ્કૂલોનું સંચાલન જિલ્લા શિક્ષણ અધિકારી અને મનપા-નગરપાલિકા વિસ્તારમાં આવેલી નર્સરી, સિનિયર, જુનિયર કેજીનું સંચાલન જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કરશે.


