- 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં બજેટ રજૂ કર્યું હતું
- વિવિધ લઘુમતી વર્ગોનું પ્રતિનિધિત્વ કરતા ધાર્મિક નેતાઓ હાજર રહ્યા
- સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં થતી ગેરરીતિઓ સામે લડવાની જોગવાઈ સાથેનું બિલ લોકસભામાં રજૂ
સંસદમાં બજેટ સત્ર ચાલુ છે. 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં બજેટ રજૂ કર્યું હતું. આ પછી રાષ્ટ્રપતિના અભિભાષણને લઈને સંસદમાં ચર્ચા થઈ. લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારના કાર્યકાળનું આ છેલ્લું સત્ર છે. આવી સ્થિતિમાં ગૃહમાં રાજકારણ ગરમાયું છે. વિપક્ષ મોદી સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યો છે ત્યારે ભાજપ પણ વિપક્ષ પર પ્રહાર કરવામાં કોઈ કસર છોડી રહી નથી. શુક્રવારે રાજ્યસભામાં કોંગ્રેસ સાંસદના દેશને તોડવાના નિવેદન પર ભાજપે કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ રાજ્યસભામાં શપથ લીધા, કોર્ટે તેમને શપથ લેવાની મંજૂરી આપી છે.
વિવિધ લઘુમતી વર્ગોનું પ્રતિનિધિત્વ કરતા ધાર્મિક નેતાઓ હાજર રહ્યા
વિવિધ લઘુમતી વર્ગોનું પ્રતિનિધિત્વ કરતા ધાર્મિક નેતાઓ સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરને મળવા સંસદ પહોંચ્યા હતા. ધાર્મિક નેતાઓએ સંસદની કાર્યવાહી જોઇ હતી. ઓલ ઈન્ડિયા ઈમામ ઓર્ગેનાઈઝેશનના મુખ્ય ઈમામ ઉમર અહમદ ઈલ્યાસીએ કહ્યું, “સંદેશ પ્રેમ છે, આજે હું વડાપ્રધાનને મળવા જઈ રહ્યો છું. ભારતીય લઘુમતી ફાઉન્ડેશનના સ્થાપક હિમાની સૂદે કહ્યું કે તેઓ વિશ્વને જણાવવા માંગે છે કે ભારત એક છે.
સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં થતી ગેરરીતિઓ સામે લડવાની જોગવાઈ સાથેનું બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું
સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગેરરીતિઓ સામે કડક રીતે વ્યવહાર કરવાની જોગવાઈઓ સાથે સરકારે સોમવારે લોકસભામાં ‘પબ્લિક એક્ઝામિનેશન્સ (પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ) બિલ, 2024’ રજૂ કર્યું હતું. આ બિલમાં પરીક્ષામાં ગેરરીતિ સંબંધિત ગુનાઓ માટે મહત્તમ 10 વર્ષ સુધીની જેલ અને 1 કરોડ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે. કેન્દ્રીય કેબિનેટે તાજેતરમાં આ બિલને મંજૂરી આપી હતી. રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહે આજે તેને ગૃહમાં રજૂ કર્યુ હતુ.


