By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: સફળ હનુમાન સાધના માટે આટલું યાદ રાખો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

સફળ હનુમાન સાધના માટે આટલું યાદ રાખો

AgraGujarat Rajkot
Last updated: 2025/12/18 at 2:14 PM
3 months ago
Share
સફળ હનુમાન સાધના માટે આટલું યાદ રાખો
SHARE

હનુમાનજી અને સૂર્યદેવ પરસ્પરનાં સ્વરૂપ છે. તેમની પ્રબળ પારસ્પરિક મૈત્રી અતિ પ્રબળ મનાય છે એટલા માટે હનુમાનજીની સાધના કરનારામાં સૂર્ય તત્ત્વ અર્થાત્ આત્મવિશ્વાસ, ઓજ, તેજસ્વિતા વગેરે વિશેષ રૂપે આવી જાય છે.

વર્તમાન યુગમાં હનુમાનજીની સાધના તરત જ ફળ આપે છે. માટે જ હનુમાનજીને સામાન્ય જનોના દેવ માનવામાં આવ્યા છે. તેમની પૂજા-અર્ચના સરળ છે. તેમના મંદિર ઠેર ઠેર છે, તેથી ભક્તોને તેમની પાસે પહોંચવામાં કશી જ પ્રતિકૂળતા પડતી નથી. માનવજીવનનું મોટામાં દુઃખ એ `ભય’ છે અને જે સાધક શ્રી હનુમાનજીનું નામસ્મરણ કરી લે છે તે ભયથી મુક્ત થઈ જાય છે. હનુમાન સાધના માટેના કેટલાક નિયમો હોય છે જેનું પાલન અવશ્ય કરવું જોઈએ.

હનુમાનજીનું તલના તેલમાં ભેળવેલ સિંદૂરથી લેપન કરવું જોઈએ.

હનુમાનજીને કેસર સાથે ઘસેલું લાલ ચંદન લગાવવું જોઈએ.

પુષ્પોમાં લાલ, પીળાં મોટાં ફૂલ અર્પણ કરવાં જોઈએ. કમળ, આકડો અને સૂર્યમુખી ફૂલ અર્પણ કરવાથી હનુમાનજી પ્રસન્ન થાય છે.

હનુમાન સાધનામાં શુદ્ધતા અને પવિત્રતા અનિવાર્ય છે. પ્રસાદ પણ ચોખ્ખા ઘીનો બનાવવો જોઈએ.

પૂજનમાં ગોળ, નાળિયેરની કાચલી અને લાડુ, બપોરના પૂજનમાં ગોળ, ઘી અને ઘઉંની રોટલીનું ચૂરમું અથવા મોટા લાડુ અર્પણ કરવા જોઈએ. રાત્રિના પૂજનમાં કેરી, જમરૂખ, કેળાં વગેરે ફળોનો પ્રસાદ ધરાવવો જોઈએ.

જે નૈવેદ્ય હનુમાનને અર્પણ કરાય છે તે સાધકે પણ ગ્રહણ કરવું જોઈએ.

મંત્ર બોલીને હનુમાનજીની મૂર્તિ સમક્ષ તેમનાં નેત્રો તરફ જોઈને મંત્રોનો જાપ કરવો જોઈએ.

સાધનામાં બે પ્રકારની માળાઓનો ઉપયોગ કરાય છે. સાત્ત્વિક કાર્ય સાથે સંલગ્ન સાધનામાં રુદ્રાક્ષ માળા તથા પરાક્રમી કાર્યોને માટે મૂંગાની માળા.

સાધના પૂરી આસ્થા, શ્રદ્ધા અને સેવાભાવથી કરવી જોઈએ. સાધનાકાળ દરમિયાન બ્રહ્મચર્યનું પાલન અવશ્ય કરવું જોઈએ.

મંગળવાર એ હનુમાનજીનો દિવસ છે. આ દિવસે અનુષ્ઠાન સંપન્ન કરવું જોઈએ. આ સિવાય શનિવારે પણ હનુમાનજીનું પૂજન કરી શકાય છે. હનુમાન સાધનાથી ગ્રહોનું અશુભત્વ પૂર્ણરૂપે શાંત થઈ જાય છે.

હનુમાન સાધનામાં જે ધ્યાન કરવામાં આવે છે તેનું મહત્ત્વ સવિશેષ છે. હનુમાનજીની જે મૂર્તિનું ધ્યાન કરવામાં આવે તે મૂર્તિ પણ પોતાના માનસમાં સ્થિર કરવી અને ઔવા પ્રકારની અભ્યાસ નેત્ર બંધ કરીને કરતાં મૂર્તિનું એ સ્વરૂપ માનસમાં દ્રષ્ટિગોચર થાય છે.

શ્રી હનુમાનજીનું ધ્યાન

ઉદ્યન્માર્તણ્ડ કોટિ પ્રકટસૂચિયુતં ચારુવીસસનસ્થં।

મૌં જીયસોપવીત્તા રુણ રુમિર

શિખા શોભિતં કુંડલાકમ્ ॥

ભક્તાનામિષ્ટદં તું પ્રણતમુનિજનં વેદનાદં પ્રમોદં।

દયાયેદ્ નિત્ય વિધેયંપ્લવગકુલપિત ગોસ્પદી વારિમ્॥

અર્થાત્ ઉદય થતા કરોડો સૂર્યો સમાન તેજસ્વી, મનોરમ, વીર આસનમાં સ્થિત મુંજની મેખલા અને યજ્ઞોપવીત ધારણ કરેલ કુંડળીથી શોભિત મુનિઓ દ્વારા વંદિત, વેદના નાદથી પ્રહર્ષિત વાનરકુલના સ્વામી, સમુદ્રને એક જ પગમાં લાંધનાર દેવતા સ્વરૂપ, ભક્તોને અભીષ્ઠ ફળ આપનારા શ્રી હનુમાનજી મારું રક્ષણ કરો.

હનુમાન સાધનામાં અલગ અલગ કાર્યોની પૂર્તિ માટે અલગ અલગ મંત્રસામગ્રીમાં અને જપ અનુષ્ઠાનોનું વિધાન છે. હનુમાન સાધનામાં પ્રોડશોપચાર પૂજાનું પણ વિધાન છે. આ પૂજામાં કૂવાનું શુદ્ધ જળ, દૂધ, દહીં, ઘી, મધ અને ખાંડનું પંચામૃત, તલના તેલમાં ભેળવેલ સિંદૂર, રક્તચંદન, લાલ પુષ્પ, જનોઈ, સોપારી, ગોળ, નાળિયેર, પાંચ દિવેટોવાળો દીપક અને અષ્ટગંધ જરૂરી છે. હનુમાન સાધનામાં હનુમાનનું ચિત્ર અને અનુષ્ઠાન સાથે સંબંધિત યંત્ર સિવાય કેવળ રામ-સીતાનું ચિત્ર અથવા મૂર્તિ મૂકી શકાય છે. આ ઉપરાંત અન્ય કોઈ મૂર્તિ કે ચિત્ર મૂકવાનો નિષેધ છે.

હનુમાન સાધનાના દિવસે પ્રાતઃ સાધકે સ્નાન કરી શુદ્ધ લાલ વસ્ત્રને ધારણ કરી ઉત્તર દિશા તરફ મુખ રાખીને બેસવું તથા પોતાની સામે હનુમાનજીની મૂર્તિ અથવા ચિત્ર દક્ષિણાભિમુખ મૂકવા. સાધકે સંકલ્પ લઈને અનુષ્ઠાનનો પ્રારંભ કરવો જોઈએ.

હનુમન્મંત્ર ચમત્કારાનુષ્ઠાન

હનુમાન સાધના સાથે સંબંધિત અનેક મંત્ર પ્રચલિત છે. આદિ શંકરાચાર્યે `હનુમન્મંત્ર ચમત્કારાનુષ્ઠાન પદ્ધતિ’ની રચના કરી છે. આ ગ્રંથમાં હનુમાન સાધના સાથે સંબંધિત મહત્ત્વપૂર્ણ મંત્ર આપવામાં આવ્યા છે. સાધક પોતાના અંતરાયો અનુસાર આ મંત્રનો જાપ કરી અનુષ્ઠાન કરી શકે છે.

 અહીં કેટલાક ચમત્કારી મંત્રો આપવામાં આવ્યા છે, જેનો શુક્લ (સુદ) પક્ષના એક મંગળવારથી પછીના મંગળવાર સુધી અગિયાર હજાર જાપ કરવા જોઈએ. અનુષ્ઠાન આરંભ કરતાં પહેલાં હનુમાનજીની પૂજા કરવી જોઈએ. આ અનુષ્ઠાન માટે સિદ્ધ મંત્ર અને પ્રાણપ્રતિષ્ઠિત હનુમાન ગુટિકા લાલ કપડામાં બાંધી કાળા દોરાથી પોતાના ગળામાં ધારણ કરી તે પછી હનુમાન ચિત્ર કે મૂર્તિની આગળ અનુષ્ઠાન કરવું.

ૐ નમો હનુમન્તે રુદ્રાવતારાય વિશ્વરૂપાય અચિન – વિક્રમાય પ્રકટપરાક્રમાય મહાબલાય સૂર્ય – કોટિ સમપ્રભાય રામદૂતાય સ્વાહા॥

ૐ નમો હનુમતે રુદ્રાવતારાય સર્વ શત્રુ સંહારણાય સર્વ રોગ હરાય સર્વવશીકરણાયે રામદૂતાય સ્વાહા।

ૐ નમો હનુમતે રુદ્રાવતારાય ભક્તજનમન: કલ્પના – કલ્પદ્રુમાય દુષ્ટ મનોરથ સ્તંભનાય પ્રભંજન – પ્રાદ્રિચાય મહાપરાક્રમાય મહાવિપત્તિ નિવારણાય પુત્ર પૌત્રધન ધાન્યાદિ વિવિધ સમત્દ્રદાય રામદૂતાય સ્વાહા।

ૐ નમો હનુમતે રુદ્રાવતારાય વજ્રેદેહાય વજ્રનખાય વજ્રસુખાય વજ્ર રોમ્ણે વજ્રનેતાર્ય વજ હન્તાય વજ્ર કરાયં વજ્ર ભક્તાય રામભક્તાય સ્વાહા।

ૐ નમો હનુમને રુદ્રાવતારાય પર યંત્ર મંત્ર તંત્ર ત્રાટક નાશકાય સર્વજ્વરરછેકાય સર્વ વ્યાધિ નિફન્તકાય સર્વભદ્રપ્રશમનાય. સર્વ કષ્ટ મુખસ્તે ભનાય સર્વ કાચ સિદ્ધિપ્રદાય રામદુતાય સ્વાહા।

ૐ નમો હનુમતે રુદ્રાવતારાય દેવ દાનવ યક્ષરાક્ષસ, ભૂત-પ્રેત પિશાય, ડાકિની-દુષ્ટમ્ બંધનાય રામદુતાય સ્વાહા।

ૐ નમો હનુમતે રુદ્રાવતારાય પંચવદનાય પશ્ચિમ મુખે ગરુડાય સફલ વિઘ્ન નિવારણાય સમદુતાય સ્વાહા।

 – ઘનશ્યામ ગોસ્વામી

આવીજ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો

https://sandesh.com/supplement

You Might Also Like

પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ

*  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.

 “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ

શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ

મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
બીકે મોદી ગવર્મેન્ટ ફાર્મસી કોલેજ ખાતે સ્ટેટ કાઉન્સિલ દ્વારા રીજીયોનલ સેન્ટર નો શુભારંભ
રાજકોટ

બીકે મોદી ગવર્મેન્ટ ફાર્મસી કોલેજ ખાતે સ્ટેટ કાઉન્સિલ દ્વારા રીજીયોનલ સેન્ટર નો શુભારંભ

Editor By Editor 4 days ago
એ ખમીરવંતા લોકોનો બાળકોને પરિચય કરાવીએ
 રાજકોટ સહિત 31 જિલ્લા અને ૨૨૯ તાલુકા પંચાયતોમાં વહીવટદાર શાસન
સાવરકુંડલા-રાજકોટના 3૨ હજયાત્રીઓ સાથે રૂ.૨૧.૭૯ લાખની ઠગાઈ કરતો ટૂર અજન્ટ
ગોંડલ ફ્રુટ માર્કેટિંગ યાર્ડમાં ફળોની રાણી કેસર કેરીનું આગમન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?