- મોરારિબાપુને મળ્યું અયોધ્યાથી આમંત્રણ
- પ્રાણ પ્રતિષ્ઠા બાદ 24 ફેબ્રુઆરીથી કરશે રામકથા
- અયોધ્યમાં પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામકથાનું આયોજન
22મી જાન્યુઆરીએ અયોધ્યામાં રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્વસ યોજાવા જઇ રહ્યો છે, ત્યારે સમગ્ર દેશ રામમય બન્યો છે. ત્યારે મોરારિબાપુને રામજન્મભૂમિ ટ્રસ્ટ તરફથી આમંત્રણ મળ્યું છે. મોરારિબાપુએ પ્રાણપ્રતિષ્ઠા પછી 24 ફેબ્રુઆરીથી અયોધ્યામાં રામકથા કરશે તેવું જણાવ્યું છે.
અયોધ્યામાં 22 જાન્યુઆરીના ભગવાન રામના પ્રાણપ્રતિષ્ઠાના કાર્યક્રમની તૈયારીઓ શરૂ થઈ છે. આ માટે સમગ્ર દેશમાં રામ મંદિર માટે અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ સાથે જ પ્રખ્યાત કથાકાર મોરારિબાપુને રામજન્મભૂમિ ટ્રસ્ટ તરફથી આમંત્રણ મળ્યું છે. જેની સાથે જ તેઓ પ્રાણપ્રતિષ્ઠા બાદ અયોધ્યમાં રામકથાનું પણ આયોજન કરશે.
રામમંદિરના અભિષેખની પ્રક્રિયા
આ અંગેની માહિતી અનુસાર, મોરારિબાપુ રામમંદિરના અભિષેકમાં હાજર રહેશે. જેના અંગે તેમણે જણાવ્યું કે, હું રામમંદિરના અભિષેક સમારોહમાં જઈ રહ્યો છું. જેથી હું અભિભૂત છું. મારા જીવનની આટલી મોટી આ પહેલી ઘટના છે. આ રામરાજ્યનું શુકન છે. રામમંદિરના અભિષેકમાં જે કંઈ થઈ રહ્યું છે તે શાસ્ત્રો પ્રમાણે થઈ રહ્યું છે.
વડાપ્રધાન મોદીનું સૌથી મોટું યોગદાન
આ સાથે જ મોરારિબાપુએ જણાવ્યું છે કે, રામ પાસેથી રાજનીતિની પ્રેરણા લેવી જોઇએ. ભારતનું નામ આખી દુનિયામાં ગુંજી રહ્યું છે, જેમાં નરેન્દ્ર મોદીનું મોટું યોગદાન છે. આ શુભ અવસર પર તમામ ગુરુજનો અને મહાનુભાવોના આશીર્વાદ લેવા જોઈએ. તે આવે કે ન આવે, કમ સે કમ આશીર્વાદ તો હોવા જોઈએ.


