- જનપ્રતિનિધિના મતાધિકાર માટે 5 દિવસીય સહી ઝુંબેશ કરાઈ
- લાખોના ખર્ચે 3 બોર ખોદાયા પણ હાઈ TDS નું પાણી મળતું હોવાની રજૂઆત
- નોટિફાઇડ એરિયાના રહીશોને રૂપિયા 45 માં 1000 લીટર પાણી મળે છે
અંકલેશ્વર નોટિફાઇડ એરિયાના રહીશો વિકાસમાં મુંબઈ કરતા પણ આગળ અંકલેશ્વર નોટિફાઇડ એરિયાના રહીશોને રૂપિયા 45 માં 1000 લીટર પાણી મળે છે. જે સમગ્ર ગુજરાતમાં તો મોંઘું છે જ પણ મુંબઈ કરતા પણ 7 ગણું મોંઘું હોવાની હૈયાવરાળ કઢાઈ છે.
અંકલેશ્વર હાઉસીંગ સોસાયટીના સ્થાનિક જનપ્રતિનિધિના મતાધિકાર માટે 5 દિવસીય સહી ઝુંબેશ અભિયાનમાં 2500 ફોર્મ ભરાયા હતા. ગુજરાત જ નહીં પણ મુંબઈ કરતા પણ મોંઘું પાણી મેળવતા હોવાના આક્રોશ સાથે અંકલેશ્વર નોટિફાઇડ એરિયા હાઉસિંગ સોસાયટીના રહીશોએ મતાધિકાર માટે સહી ઝુંબેશ શરૂ કરી છે.
અંકલેશ્વર હાઉસિંગ સોસાયટીના રહીશોએ તંબુ ટાણી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની જેમ નોટિફાઇડ એરિયામાં પણ જનપ્રતિનિધિ માટે મારો મત, મારો અધિકાર અભિયાન છેડયું છે. આ વિસ્તારના લોકોને સાંસદ અને ધારાસભ્ય ચૂંટવાનો અધિકાર છે પણ સ્થાનિક જનપ્રતિનિધી માટે મતાધિકાર નથી. નોટિફાઇડ એરિયાના અનેક પ્રશ્નો છે અને સરકારી અધિકારીઓ કે કર્મચારીઓને રજુઆત છતાં તેઓ ધ્યાન આપતા નથી. નોટિફાઇડ એરિયામાંથી સૌથી વધુ રેવન્યુ મળે છે. આ વિસ્તારની પ્રજા પાણી માટે સૌથી વધુ ટેક્ષ આપે છે. સમગ્ર ગુજરાત જ નહીં મુંબઈગરા કરતા પણ મોંઘુ પાણી આ લોકો પી રહ્યાં છે. લાખોના સ્વ ખર્ચે 3 બોર ખોદાયા પણ હાઈ TDS નું પાણી મળે છે. જેને લઈ 5 દિવસ સુધી સહી ઝુંબેશ હાથ ધરાઈ છે. અંકલેશ્વર હાઉસિંગ સોસાયટીના રહીશોએ 25000 ફેર્મ છપાવ્યા છે. જેમાં પેહલા દિવસે બપોર સુધીમાં જ મારો મત, મારો અધિકારની માંગ સાથે 2500 ફોર્મ ભરાઈ ને આવ્યા છે.
મુંબઈમાં BMC ઘર વરપાશના રહીશોને પીવાનું પાણી રૂપિયા 6 માં 1000 લીટર આપે છે. આ જોતા અંકલેશ્વર હાઉસિંગ સોસાયટીના રહીશો મુંબઇને પણ વિકાસમાં સૌથી મોંઘું પાણી ખરીદી ઓવરટેક કરી રહ્યાં છે.