રાજકોટની નવી કોર્ટમાં એક પછી એક વિવાદ સામે આવી રહ્યા છે. વિવાદો હલ કરવા બનાવેલી કમિટીના 4 સભ્યોએ રાજીનામું આપતા મામલો વધુ બગડ્યો છે. ઉલ્લેખનીય છે કે ટેબલ ફાળવણી સહિતના તમામ વિવાદોનું નિરાકરણ કરવા અને વકીલોની પડતર માંગણીઓને ન્યાય આપવા કમિટીની રચના કરવામાં આવી હતી જેમાં 3 જજ, 4 સિનિયર વકીલ અને 3 એજીપી સહીત 10 સભ્યોનો સમાવેશ કરાયો હતો.
રાજકોટ બાર એસો.ની મળેલી બેઠકમાં ચર્ચા થઇ હતી કે કમિટીના સભ્યોની નીમણુંક રાજકોટ બાર એસો.ની જાણ બહાર કે વિશ્વાસમાં લીધા વગર કરવામાં આવી હતી જેને કારણે પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ દ્વારા નીમેલ કમિટીના ૪ વકીલ સભ્યો (૧) સંજયભાઈ જે. વ્યાસ(૨) પરેશભાઈ બી. મારૂ (૩) દિલીપભાઈ એમ. મહેતા (૪) અતુલભાઈ જોષીએ પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ દ્વારા નીમેલ કમીટી માથી રાજીનામું આપ્યું છે.
રાજકોટ બાર એસો.ના અપમાન, માંગણીઓ, વિવિધ પશ્નો અને અગવડતાઓ સંદર્ભે તારીખ- ૪/૩/૨૦૨૪ ને સોમવારના રોજ તમામ વકીલો હડતાલ પર ઉતરશે.ઉપરાંત ૯/૩/૨૦૨૪ ના રોજ યોજાનાર લોક અદાલત નો બહીષ્કાર કરવાની પણ ચીમકીન ઉચ્ચારી છે.રાજકોટ બાર એસો.ના પ્રમુખ બકુલ રાજાણી, ઉપપ્રમુખ સુરેશ ફળદુ, સેક્રેટરી પી.સી.વ્યાસ, જોઈન્ટ સેક્રેટરી જયેન્દ્ર ગોંડલીયા, ટ્રેઝરર આર.ડી.ઝાલા, લાયબ્રેરી સેક્રેટરી મેહુલ મહેતા તથા મહીલા કારોબારી સભ્ય રેખાબેન લીંબાસીયા અને કારોબારી સભ્યો અજય પીપળીયા, કૌશલ વ્યાસ, ભાવેશ રંગાણી,અમીત વેકરીયા, નિકુંજ શુકલ, પીયુષ સખીયા, અજયસિંહ ચૌહાણ, રણજીત મકવાણા, હીરલબેન જોષી તથા કમીટી મેમ્બર શ્રી લલીતસિંહ જે. શાહી, દિલીપ પટેલ, સંજય જે. વ્યાસ, ગીરીશ ભટ્ટ, જયદેવ જી.શુકલ, જનક આર.પંડયા, કેતન ડી.શાહ , શ્યામલ સોનપાલ, યોગેશ ઉદાણી, ગીરીરાજસિંહ જાડેજા આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.