જે.કે ચોકમાં મેઘાબેન દવે દ્વારા વિન્ટર એકઝીબિશનની પ્રશંસા કરતા ધારાસભ્ય ડો.દર્શિતા બેન શાહ
ગૃહિણીઓને પ્લેટફોર્મ મળે તે માટે બે દિવસીય વિન્ટર એકઝીબીશનનું આયોજન થયું હતું
રાજકોટમાં ખરીદી માટે એકઝીબીશનનો વિકલ્પ લોકો પસંદ કરી રહ્યા છે.જ્યાં એક જ જગ્યાએ વિવિધ વેરાયટી મળી રહે છે.લાઇફ સ્ટાઇલ અને હોમડેકોર ની દરેક વસ્તુ મળી રહે છે.એ જ રીતે મોડર્ન એક્સહિબીશન દ્વારા બે દિવસીય વિન્ટર સ્પેશ્યલ એકઝીબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. મોડર્ન લાઇફ સ્ટાઇલ દ્વારા જે.કે ચોક ,પુષ્કર ધામ મેઈન રોડ,યુનિવર્સિટી રોડ પર મેઘાબેન દવે દ્વારા વિન્ટર એકઝીબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં કુર્તી,સાડી,વેસ્ટર્ન ક્લોથ્સ, જ્વેલરી કોસ્મેટિક્સ, હોમ ડેકોર, પર્સ,લક્ઝરી જ્વેલરી,હેર એસેસરીઝ તેમજ અનેક જુદી જુદી વેરાઈટી ઉપલબ્ધ હતી. રાજકોટના લોકો દ્વારા આ એક્ઝિબિશનને જબરો પ્રતિસાદ મળ્યો હતો બે દિવસમાં લોકોએ ખૂબ મોટી સંખ્યામાં એક્ઝિબિશનની મુલાકાત લીધી હતી અને ખરીદી પણ કરી હતી એક્ઝિબિશનમાં ભાગ લેનાર લોકોને પણ ખૂબ સારો બિઝનેસ થયો હતો.
આ એક્ઝિબિશનને ધારાસભ્ય ડોક્ટર દર્શિતાબેન શાહના હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું તેઓએ આ એક્ઝિબિશન ની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે,”ખૂબ જ આનંદની વાત છે કે આટલી મોટી સંખ્યામાં બહેનો આર્થિક રીતે પગ પર થઈ રહી છે દરેક બહેનો પાસે ભગવાને કંઈક ને કંઈક આવડત મૂકી છે તો તેનો ઉપયોગ કરીને તમે તમારી પ્રગતિ કરો આ એક્ઝિબિશન એ દરેક બહેનો માટે પ્લેટફોર્મ સાબિત થશે જેવો નાના પાયે પોતાનો બિઝનેસ શરૂ કરવાની કોશિશ કરી રહ્યા છે. બહેનો શક્તિનો ભંડાર છે જેઓ દરેક મોરચે પોતાની કાર્યક્ષમતા સાબિત કરી શકે છે”. વધુને વધુ આવા એક્ઝિબિશન કરવા માટે તેઓએ મેઘાબેન દવે ની શુભેચ્છા આપી હતી અને દરેક બહેનોને તેમની કારકિર્દી માટે પણ શુભકામના આપી હતી.
આ બાબત એક્ઝિબિશનના આયોજન મેઘાબેન દવે જણાવ્યું હતું કે “ગૃહિણીના બિઝિનેસ માટે એક પ્લેટફોર્મ મળી રહે તે માટે આ એકઝીબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું
જેને ખૂબ જ સુંદર પ્રતિસાદ મળ્યો છે અહીં દરેક પ્રકારની પ્રોડક્ટ મળી રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી અને બહેનોને પોતાના બિઝનેસને આગળ વધારવા માટે આ ખૂબ જ સુંદર પ્લેટફોર્મ મળ્યું હતું. વધુમાં વધુ ગ્રાહકો એ આ એક્ઝિબિશનની મુલાકાત લે એવો અમારો પ્રયત્ન હતો અને તેમાં અમે સફળ થયા છીએ.