મુંબઈ, તા.12 નવેમ્બર-2023, રવિવાર
રિટેલ રોકાણકારોએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. ૭૫૯૬ કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી. જોકે સ૨કા૨નો હિસ્સો આ સમયગાળામાં ઝડપથી ઘટ્યો છે. ૩૦ જૂન ૨૦૦૯ના રોજ સરકારનો હિસ્સો ૨૨.૪૮ ટકા હતો અને હવે તે ઘટીને ૮.૭૯ ટકા થયો છે પરંતુ આ પાંચ વર્ષની ઉંચી સપાટીએ છે. તે જ સમયે ખાનગી પ્રમોટરોનો હિસ્સો ઘટીને ૪૧.૫૫ ટકાએ ચાર વર્ષની નીચી સપાટીએ પહોંચ્યો હતો. માત્ર એક જ વર્ષમાં તેમનો હિસ્સો ૩.૦૬ ટકા ઘટ્યો છે.
સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો એટલેકે ડીઆઈઆઈનું હોલ્ડિંગ રૂ.૫૦ લાખ કરોડને પાર કરી ગયું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે હવે આગામી કેટલાક ત્રિમાસિકગાળામાં ડીઆઈઆઈનું રોકાણ વિદેશી રોકાણાકારો કરતાં વધી જશે. બંને સંસ્થાગત રોકાણકારોના રોકાણ વચ્ચેનો તફાવત રેકોર્ડ નીચલા સ્તરે પહોંચી ગયો છે.
સ્થાનિક રોકાણકારોનો હિસ્સો હવે વિદેશી રોકાણકારો કરતાં માત્ર ૧૩.૧૧ ટકા ઓછો છે. સૌથી મોટો તફાવત ૩૧ માર્ચ, ૨૦૧૫ના રોજ હતો જ્યારે ડીઆઈઆઈનોનો હિસ્સો એફઆઈઆઈ કરતાં ૪૯.૮૨ ટકા ઓછો હતો. એફઆઈઆઈ અને ડી આઈઆઈનો માલિકી ગુણોત્તર પણ માર્ચ ૨૦૧૫ ક્વાર્ટરમાં ૧.૯૯ થી ઘટીને સપ્ટેમ્બર ૨૦૨૩ ક્વાર્ટરમાં ૧.૧૫ ટકાના રેકોર્ડ નીચા સ્તરે પહોંચ્યો છે. સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડોએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. ૫૩,૭૧૫ કરોડનું નેટ રોકાણ કર્યું હતું, જ્યારે વીમા કંપનીઓએ રૂ. ૨૩,૯૯૬ કરોડનું ચોખ્ખું વેચાણ કર્યું હતું અને બેંકોએ રૂ. ૧૦,૪૨૪ કરોડનું વેચાણ કર્યું હતું. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ડીઆઈઆઈનો કુલ નેટ ઈન્ફલો રૂ. ૪૨,૬૩૨ કરોડ હતો.
વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ કેપિટલ ગુડ્સ સેક્ટરમાં રૂ. ૧૯૩૭૫ કરોડ, નાણાકીય સેવા ક્ષેત્રમાં રૂ. ૭૮૮૨ કરોડ અને આઇટી ક્ષેત્રમાં રૂ. ૭૫૪૯ કરોડનું રોકાણ કર્યું છે, જ્યારે મેટલ અને માઈન્સમાંથી રૂ. ૧૧,૪૯૩ કરોડ, સર્વિસ સેક્ટરમાંથી રૂ. ૪૯૩૨ કરોડ અને ઓઈલ અને ગેસ ક્ષેત્રમાંથી રૂ. ૩૧૨૦ કરોડ પાછા ખેંચ્યા હતા. સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડનો હિસ્સો ૮.૬૩ ટકાથી વધીને ૮.૭૩ ટકા થયો છે. વીમા કંપનીઓનો હિસ્સો જૂન ક્વાર્ટરમાં ૫.૬૬ ટકાથી ઘટીને સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ૫.૪૮ ટકા થયો હતો.
એકંદરે ૧૨ કંપનીઓ કે જેમાં પ્રમોટર્સ, એફઆઈઆઈ અને ડીઆઈઆઈએ હિસ્સો વધાર્યો છે તેમાં વિપ્રો, એજીસ લોજિસ્ટિક્સ, બોમ્બે બર્મા ટ્રેડિંગ કોર્પો., મહારાષ્ટ્ર સીમલેસ, મિસિસ બેક્ટર્સ ફૂડ સ્પેશિયાલિટીઝ, માન ઇન્ફ્રા, ગ્રીનપેનલ ઇન્ડસ્ટ્રીઝ, રેલીસ ઇન્ડિયા, ચોઇસ. ઇન્ટરનેશનલ, થિમલાઈ કેમિકલ્સ, ફૂડ્સ એન્ડ ઈન્સ અને સ્નોમેન લોજિસ્ટિક્સ શામેલ છે.