- એરફિલ્ડનો ઉપયોગ હેલિકોપ્ટર, ડ્રોન અને અન્ય વિમાનો માટે પણ કરવામાં આવી શકે છે
- પાકિસ્તાને ભારતીય સીમાથી લગભગ 20 કિલોમીટર દૂર નવું એરફિલ્ડ બનાવી દીધું છે
- તેને કારણે ભારતીય સુરક્ષા સામે ભય ઊભો થઇ શકે છે
પાકિસ્તાને ભારતીય સીમાથી લગભગ 20 કિલોમીટર દૂર નવું એરફિલ્ડ બનાવી દીધું છે. આ ઉપરાંત તે ચીનમાંથી આયાત કરેલી SH-15SP હોવિત્ઝર તોપ પણ તૈનાત કરી છે. નવું એરફિલ્ડ લાહોરની પાસે છે. હાલમાં એ જાણકારી મળી નથી કે આ એરફિલ્ડનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવશે, નાગરિક ઉડ્ડયન માટે કે પછી મિલિટરી માટે. પાકિસ્તાનની આ બે હરકતોના કારણે ચિંતાનું વાતાવરણ છે. તેને કારણે ભારતીય સુરક્ષા સામે ભય ઊભો થઇ શકે છે. પાકિસ્તાનના અધિકારીઓ અથવા મિલિટરીના લોકો આને લઇને કોઇ સત્તાવાર નિવેદન આપી રહ્યા નથી.
કેટલાક લોકોનું એવું માનવું છે કે તે એક ફ્લાઇટ સ્કૂલ બની રહી છે જેનો ઉપયોગ પાકિસ્તાન મિલિટરી કરશે. એવું પણ માનવામાં આવે છે કે આ એરફિલ્ડનો ઉપયોગ હેલિકોપ્ટર, ડ્રોન અને અન્ય વિમાનો માટે પણ કરવામાં આવી શકે છે. સૌથી મોટી ચિંતાની બાબત એ છે કે આ એરફિલ્ડનો ઉપયોગ ચીન અને તુર્કીથી મંગાવવામાં આવેલા હુમલાખોર ડ્રોન્સ માટે કરવામાં આવશે, કેમ કે આ એરફિલ્ડ ભારતીય સરહદથી માત્ર 20 કિલોમીટર દૂર છે. અહીથી UAV લોંચ કરવા સરળ હશે.
પાકિસ્તાને પોતાની 28મી અને 32મી આર્ટિલરી રેજિમેન્ટને ચીન પાસેથી મંગાવેલી તોપોથી ભરી દીધું છે. પાક.ની આ બન્ને રેજિમેન્ટ ભારતની પંજાબ અને રાજસ્થાનની સરહદ પર હંમેશા એક્ટિવ હોય છે.


