27 મેના રોજ લખનૌ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે રમાયેલી રોમાંચક મેચ પછી, ઋષભ પંતને IPLના ક્રિકેટ નિયમોના ઉલ્લંઘનનો દોષી માનવામાં આવ્યો હતો અને તેને સજારૂપ દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. તો શું ઋષભ પંતને દંડને કારણે અત્યાર સુધીમાં 66 લાખ રૂપિયાનું નુકસાન થયું?
ગઈકાલે IPL 2025ના લીગ સ્ટેજની 70મી અને છેલ્લી મેચ લખનૌના એકાના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે લખનૌ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે રમાઈ હતી. ઘણા સમય પછી ઋષભ પંતે આ મહત્વની મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું અને સદી ફટકારી, જેણે ટીમને મજબૂત સ્થિતિમાં પણ લાવી દીધી. પંતની IPL કારકિર્દીની આ બીજી સદી છે.
ઋષભ પંતે 66 લાખ રૂપિયા કેવી રીતે ગુમાવ્યા?
આ આંકડો માત્ર એક મેચ પૂરતો નથી, પંતને અત્યાર સુધી જે નુકસાન થયું એનો ટોટલ થતાં આ રકમ સામે આવી છે. ગઈકાલની મેચમાં ત્રીજી ઇનિંગમાં સ્લો ઓવર રેટના દોષિત ઠરવા બદલ ઋષભ પંતને 30 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો અને આ પહેલા બે વાર સ્લો ઓવર રેટના દોષિત ઠરવા બદલ બાકીનો 36 લાખ રૂપિયાનો દંડ તેણે ચૂકવી દીધો છે.
સૌ પ્રથમ વાર ક્યારે થઈ સજા?
સ્લો ઓવર રેટના આરોપમાં સૌ પ્રથમ IPL 2025 માં, 5 એપ્રિલના રોજ મુંબઈ ઈન્ડિયન્સ સામે રમાયેલી મેચમાં ઋષભ પંતને પહેલી વાર સ્લો ઓવર રેટનો દોષી ઠેરવવામાં આવ્યો હતો. ત્યારબાદ તેની પહેલી ભૂલ માટે તેને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
અન્ય ખેલાડીઓને પણ દંડ ફટકારાયા
27 મેના રોજ RCB સામે રમાયેલી IPL 2025 ની છેલ્લી ગ્રુપ મેચ પછી, કેપ્ટન ઋષભ પંતને ધીમા ઓવર રેટને કારણે દંડ ફટકારવામાં આવ્યો હતો. તે ઉપરાંત, પ્લેઇંગ ઇલેવનમાં સમાવિષ્ટ ખેલાડીઓ અને ઇમ્પેક્ટ પ્લેયરને પણ 6 લાખ રૂપિયા અથવા મેચ ફીના 25 ટકા, જે ઓછું હોય તે દંડ ફટકારવામાં આવ્યો હતો.


