- કમિન્સની સતત ત્રીજી વખત પાંચ વિકેટ
- પાક. 313ના સ્કોરે ઓલઆઉટ થયું
- પાકિસ્તાને એક સમયે 96 રનના સ્કોરે પાંચ વિકેટ ગુમાવી ચૂક્યું હતું
ઓસ્ટ્રેલિયન સુકાની પેટ કમિન્સે સતત ત્રીજી વખત ઇનિંગમાં પાંચ વિકેટ ઝડપતા પાકિસ્તાનનો ટોચનો ક્રમ વેરવિખેર થઈ ગયો હતો પરંતુ નીચલા ક્રમના બેટ્સમેનોના લડાયક પ્રદર્શનની મદદથી પાકિસ્તાને ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે 313 રન બનાવ્યા હતા. પાકિસ્તાને એક સમયે 96 રનના સ્કોરે પાંચ વિકેટ ગુમાવી ચૂક્યું હતું. પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. વિકેટકીપર મોહમ્મદ રિઝવાને 88, આગા સલમાન તથા આમિર જમાલે અડધી સદી ફટકારી હતી. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દિવસની રમતના અંતે વિના વિકેટે છ રન બનાવી લીધા હતા. કમિન્સે 61 રનમાં પાંચ તથા સ્ટાર્કે 75 રનમાં બે વિકેટ હાંસલ કરી હતી.
રિઝવાને તેની આક્રમક ઇનિંગ દરમિયાન કેટલાક રેકોર્ડ નોંધાવ્યા હતા. તેણે ઓસ્ટ્રેલિયામાં પાકિસ્તાન તરફથી વિકેટકીપર તરીકે હાઇએસ્ટ સ્કોર નોંધાવ્યો હતો. અગાઉ તેણે જ 2019ના પ્રવાસમાં બ્રિસબેન ખાતે 95 રનની ઇનિંગ રમી હતી.


