RK યુનિ. માં લેવાયેલી પરીક્ષા પર સવાલ : આ પરીક્ષા રદ કરવાની માંગણી કરતા પક્ષકારના વકીલ હુડા
રાજકોટમાં NSUIના દેખાવો : RK યુનિ. સામે CBI તપાસની માંગ
દેશભરમાં ખળભળાટ મચાવનાર નીટ પેપર લીક કાંડની સુપ્રિમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણીમાં રાજકોટની આર.કે.યુનિ.નો ઉલ્લેખ થતાં સ્થાનિક શિક્ષણ જગતમાં તહેલકો મચી ગયો છે. સુપ્રિમ કોર્ટમાં આ પરીક્ષા રદ થવી જોઇએ તેવી માંગણી સાથે જે પક્ષકાર રજૂ થયા છે તેમના વતી તેમના વકીલ હુડાએ સુપ્રિમ કોર્ટમાં ધારદાર દલીલ કરી રાજકોટ કેન્દ્ર અને ખાસ કરીને આર.કે.યુનિ.માં લેવાયેલી નીટની પરીક્ષા સામે સવાલ ખડા કર્યા છે.
હુડાએ જણાવ્યું છે કે દેશમાં એક સ્ટેશન રાજકોટ છે. જયાં ૧૨ વિદ્યાર્થીઓએ ૭૦૦થી વધુ માર્કસ મેળવ્યા છે. ૧૧૫ પરીક્ષાર્થીઓએ ૬૫૦થી વધુ માર્કસ મેળવ્યા છે. આ બાબત ખાસ છે. તેમણે સુપ્રિમ કોર્ટમાં જણાવ્યું છે કે સિકર કેન્દ્રમાં ૮ એવા વિદ્યાર્થીઓ છે કે જેમને ૭૦૦ માર્કસ મળ્યા છે. ૬૯ પરીક્ષાર્થીઓ એવા છે કે જેમને ૬૫૦થી વધુ માર્કસ મળ્યા છે અને ૧૧૫ પરીક્ષાર્થીઓને ૬૦૦થી વધુ માર્કસ મળ્યા છે. જયારે ૨૪૧ વિદ્યાર્થીઓને ૫૫૦થી વધુ માર્કસ મળ્યા છે. હુડાએ રાજકોટનો ઉલ્લેખ કરીને આ પરીક્ષા રદ થવી જોઇએ તેવી જોરદાર માંગણી કરી છે. હવે સુપ્રિમ કોર્ટ આ પેપરની મર્યાદીત અસરની પુન: વિચારણા કરી શકે છે. કારણ કે રાજકોટ અને ગુજરાતમાં આ પેપર લીક થયું છે તો દેશના અન્ય ભાગોમાં પણ લીક થયું હશે તેવી ધારણા મજબૂત બને છે.
દરમિયાનમાં આજે રાજકોટમાં એનએસયુઆઇના આગેવાનોએ પુતળા દહન કરી નીટની પરીક્ષાના પરિણામ રદ કરવા અને આર.કે.યુનિ.માં થયેલી ગરબડની સીબીઆઇ તપાસની માંગણી કરી હતી.
આ ડેટા એનાલિસિસમાં એવું બહાર આવ્યું કે ભારત આખામાં સમગ્ર દેશમાંથી શરૂઆતના જે 60000 વિદ્યાર્થીઓ છે કે જેને 720 માંથી 618 માર્ક મેળવેલા છે આવા વિદ્યાર્થીઓ કુલ ૬૦ હજારની આસપાસ જે શરૂઆતના વિદ્યાર્થીઓ છે તેનું ડેટા એનાલિસિસ કરવામાં આવ્યું અને સેન્ટર વાઈઝ તેના ડેટા રજૂ કરવામાં આવ્યા જેમાં રાજકોટ સેન્ટરમાં આ શરૂઆતના ટોપ રેન્ક વાળા 60,000 વિદ્યાર્થીઓમાંથી 190 વિદ્યાર્થી આવેલા છે તેવું જણાવવામાં આવ્યું પણ વાસ્તવિકતાથી કઈક અલગ છે.
રાજકોટ શહેર અને જિલ્લાની તમામ નિશાળો રાજકોટ સેન્ટરમાં લગભગ તમામ સ્કૂલોના રીઝલ્ટ નું ડેટા એવું લાગે છે કે લગભગ 400 થી વધારે વિદ્યાર્થીઓ ના 618 થી વધુ માર્ક આવેલા છે એટલે NTA અને કેન્દ્ર સરકાર દ્વારા IIT MADRAS કરેલો એનાલિસિસ તદ્દન ખોટો અને ફેક છે એટલે આ લોકોએ આ એક સેન્ટર રાજકોટ સેન્ટરનો જે ડિટેલ છે.
રાજકોટ કોટેચા ચોક ખાતે NSUI દ્વારા પૂતળા દહન અને સુત્રોચાર કરી વિરોદ્ધ પ્રદર્શન કરવામાં આવ્યું જેમાં NSUI ના પ્રમુખે જણવ્યું હતુ કે 4 જૂનના રોજ NTA દ્વારા NEET- 2024 ની પરીક્ષાનું રિઝલ્ટ બડાર પાડવામાં આવ્યું તેની સામે લગભગ 30 થી વધારે લોકોએ સુપ્રીમ કોર્ટમાં વિરોધ દર્શાવતી PIL ફાઈલ કરવામાં આવી છે.